પાનના ગલ્લાની આડમાં ગાંજાના કબજામાં ચાર આરોપીઓની ધરપકડ

Views 146

કાલિયા ઉર્ફે રામ નામના શખ્સની ધરપકડ
આ ગાંજો ઓડિશાથી પહોંચાડવામાં આવ્યો હતો
કરિયાણાની દુકાન અને પાનવાળી શેરીમાં ડ્રગ્સનો વેપાર


સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ સેન્ટ્રલ બસ સ્ટેશન નજીકથી ઓડિસ્સાથી સાથે લાવવામાં આવેલા લાખોની કિંમતના ગાંજા સાથે બે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં ગાંજાની જથ્થાની ડિલીવરી લેવા આવેલા કાલિયા ઉર્ફે રામ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

પુછપરછમાં અન્ય શખ્સોના નામો પણ બહાર આવ્યા
જ્યારે ગાંજાની હેરાફેરી સરળતાથી કરી શકાય તે માટે બે મહિલાઓને વધુ રૂપિયા આપવાની લાલચે ઓડિસ્સાથી ગાંજાની ડિલિવરી કરવા માટે સુરત લઈ અવવામાં આવી હતી. શહેર એસઓજી દ્વારા બે દિવસ અગાઉ મહિલા સહિત ચાર આરોપીઓની કરાયેલી ધરપકડ બાદ કરવામાં આવેલી પુછપરછમાં અન્ય સખ્સોના નામો પણ બહાર આવ્યા હતા. જ્યાં લસકાના ખાતે કરિયાના દુકાન અને પાનના ગલ્લાની આડમાં ગાંજાનો વેપલો કરતા મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પાનના ગલ્લાની આડમાં પણ નશાનો કારોબાર
સુરત શહેરમાં નશાનો કારોબાર એ હદે પથરાયેલો છે કે કરિયાણા અને પાનના ગલ્લાની આડમાં પણ નશાનો કારોબાર ચાલી રહ્યો છે. સુરત શહેરના લસકાના ખાતેથી શહેર એસઓજી દ્વારા કરિયાણાની દુકાન સહિત પાનના ગલ્લાની આડમાં ગાંજાનો વેપલો કરતી મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે બંને આરોપીઓની પૂછપરછમાં વધુ એક શખ્સનું નામ બહાર આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

39 કિલોથી વધુ ગાંજાના જથ્થા પકડાયો
શહેર એસઓજી દ્વારા સુરતમાં ફેલાયેલા નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા ભારે ભારે કમર કસવામાં આવી રહી છે. ગાંજા, ડ્રગ્સ સહિત અફીણ જેવા માદક પદાર્થનો કારોબાર કરતા તત્વોને શોધી કાઢી બદીને ડામવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અનુસંધાને શહેર એસઓજી દ્વારા બે દિવસ અગાઉ સેન્ટ્રલ બસ સ્ટેશન આગળથી બે મહિલા સહિત એક પુરુષને 39 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ગાંજાની ડિલીવરી લેવા આવેલા કાલિયા ઉફે રામ નામના શખ્સની પણ ધરપકડ કરાઇ હતી.

મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો
સૌથી ચોંકાવનારી બાબત તો શહેર છે જેની પૂછપરછમાં સામે આવી હતી કે મહિલાઓ સાથે ઝડપાયેલા આરોપી રૂપિયા 3000 આપવાની લાલચ આપી ગાંજાની હેરાફેરી કરવા માટે લઈ આવ્યો હતો. ગાંજાની હેરાફેરી સરળતાથી થઇ શકે તે માટે આરોપીઓ દ્વારા મહિલાઓનો ઉપયોગ કરાયો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસને શંકા ન જાય તે માટે ઘરના સામાનની અંદર ગાંજાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ઓડીશા ખાતેથી ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે સુરત લાવવામાં આવ્યો હતો. જે દરમિયાન સુરત એસઓજી દ્વારા મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

અહલ્યા શાહુ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી
એસ.ઓ.જી દ્વારા કાલીયા ઉર્ફે રામ નામના શખ્સની પૂછપરછ કરતા મહિલા સહિત ત્રણ લોકોના નામ સામે આવ્યા હતા. કાલીયા ઉર્ફે રામ નામનો શખ્સ લસકાણા ડાયમંડ નગર ખાતે કરિયાણાની દુકાન ધરાવતા કિશોર જસાણી અને મેસ તેમજ પાનનો ગલ્લો ચલાવતી અહલ્યા શાહુ નામની મહિલાને ગાંજાનો જથ્થો સપ્લાય કરતો હોવાનુ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું. જે દરમિયાન સુરત એસઓજી દ્વારા લસકાના ડાયમંડ નગર ખાતેથી કરિયાણાની દુકાનની આડમાં ગાંજાનો કારોબાર કરતા કિશોર જસાણી અને મેસ સહિત પાનના ગલ્લાની આડમા ગાંજાનો વેપલો કરતી અહલ્યા શાહુ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પૂછપરછમાં છેલ્લા એક વર્ષથી કરિયાણાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં ગાંજાનો કારોબાર કરતા આવ્યા છે.

આગળની તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી
એટલું જ નહીં પરંતુ બંને આરોપીઓની સઘનપૂર્વક પૂછપરછ કરતા ધ્વનિત કૃષ્ણ નામના શખ્સનું પણ નામ બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ધ્વનિત નામનો આરોપી બંને આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો લઇ છૂટક પડીકીમાં અન્ય ગ્રાહકોને વેચાણ કરતો હોવાની હકીકત એસઓજીની તપાસ દરમિયાન સામે આવી હતી.”નો ડ્રગ્સ ઇન સીટી ના સંકલ્પ સાથે કામ કરી રહેલી શહેર એસઓજી પોલીસને સુરતમાં ચાલતા ગાંજાના આ મોટા રેકેટનો ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી. જ્યાં હાલ તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઓડિસ્સાવાસી ગ્રાહકોને છૂટક પડીકી બનાવી વેચાણ કરતો
અત્રે ઉલ્લેખનીય છે કે લસકાના ખાતે મારુતિ નંદન નામની કિરાણાની દુકાનની આડમાં કિશોર જસાણી ઓડિસ્સાવાસી ગ્રાહકોને છૂટક પડીકી બનાવી વેચાણ કરતો હતો. જ્યારે મેસ અને પાનનો ગલ્લો ચલાવતી અહલ્યા શાહુ પણ પોતાના ત્યાં આવતા ગ્રાહકોને ગાંજાનું વેચાણ કરતી હતી. છેલ્લા એક વર્ષથી આ બદી કિરાણા અને પાનના ગલ્લાની આડમાં ચાલી આવી હતી. જ્યાં સુરતમાં નશાનો કારોબાર કેટલી હદે ઘર કરી ગયો છે તેનો ઉત્તમ દાખલો શહેર એસઓજી દ્વારા લસકાના ખાતેથી ઝડપી પાડવામાં આવેલ આરોપીઓ પરથી સમજી શકાય છે. જો કે તેની સાથે શહેર એસઓજી પોલીસ દ્વારા પણ આ બદીને નિસ્તોનાબૂદ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

HBN  TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *