2019ની ચૂંટણી ભાજપ-સંઘ વિરુદ્ધ સમગ્ર વિપક્ષની વચ્ચે- લંડનમાં રાહુલ

Views 67

રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે છે. ત્યાંથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ અને સરકારની નીતિઓ પર હુમલો કરી રહ્યા છે. શુક્રવારે મોડી રાતે લંડનમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું છે કે, 2019ની ચૂંટણી ભાજપ-   આરએસએસ વિરુદ્ધ સમગ્ર વિપક્ષની છે. એક તરફ ભાજપ-આરએસએસ હશે અને બીજી બાજુ સમગ્ર વિપક્ષની પાર્ટીઓ હશે. તેનું કારણ એ છે કે, પહેલીવાર ભારતીય સંસ્થાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પ્રાથમિકતા ભાજપને હરાવવાની છે અને સંસ્થાઓ પર થઈ રહેલા અતિક્રમણને રોકવાની છે. 2014માં અમે ચૂંટણી હાર્યા તેનું એક કારણ એવું પણ છે કે, 10 વર્ષ સત્તામાં રહ્યા પછી અમને થોડું અભિમાન આવી ગયું હતું. અમે તેમાંથી પાઠ શીખ્યા છીએ.
રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, 2014માં મળેલી હારથી તમે શું શીખ્યા? તેનો જવાબ આપતાં રાહુલે કહ્યું કે- 10 વર્ષ સત્તામાં રહ્યા પછી અમારામાં પણ થોડું અભિમાન આવી ગયું હતું. અમે તેમાથી પાઠ શીખ્યા છીએ. તેમણે કહ્યું, હું કોંગ્રેસને એક સંગઠન તરીકે નથી જોતો, તમે દરેક લોકો કોંગ્રેસી છો.

રાહુલે મહિલા આરક્ષણ બિલ અને રોજગાર વિશે પૂછવામાં આવેલા સવાલના પણ આપ્યા જવાબ

  • 1) મેં વડાપ્રધાનને મેસેજ મોકલ્યો છે કે, જે દિવસે તેઓ મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવા ઈચ્છતા હોય તે સમયે કોંગ્રેસ પાર્ટી ખુશીથી ભાજપનો સહયોગ કરશે.
    2) ભારતમાં નોકરીની અછત છે. ચીન જ્યાં દર 24 કલાકે 50,000 નોકરીઓનું સર્જન કરે છે ત્યારે ભારત તેટલા સમય માત્ર 450 નોકરીઓ જ આપે છે.
    3) હું અલ્પસંખ્યકો માટે એક અલગ દેશની વાતથી સહમત નથી. જો તમે છેલ્લા 70 વર્ષનો ભારતનો ઈતિહાસ જોશો તો તમે સમજી શકો છો કે, મોટા ભાગના અલ્પસંખ્યક આગળ વધવામાં સક્ષમ છે.
    4) 50 અને 60ના દશકામાં પણ સંસદમાં દલીલોની ગુણવત્તા ખૂબ સારી હતી, પરંતુ તમે ભારતીય સંસદમાં આજે દલીલોનું સ્તર જોશો તો તેની ગુણવત્તામાં ખૂબ ઘટાડો થયો છે
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *