બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર
પંચમહાલ
પંચમહાલ ના હાલોલમાં જી.આઇ. ડી. સી પોલીસ ચોંકી ની નજીક માં પતિ પત્ની ઔર વો ના કિસ્સામાં ખૂની ખેલ ખેલાયો હતો.
પ્રેમીએ પોતાની પ્રેમિકાના પતિને છરી વડે ઘા કરતા મોત નીપજયું હતું જેને લઇને પોલીસે આ મામલે ૩૦૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને હત્યારા ને પકડી પાડ્યો હતો..
હાલોલમાં આવેલ નારાયણ નગર ખાતે રહેતા વિજય ભાઈ હરિજનને એક વર્ષ અગાઉ જનકબેન સાથે પ્રેમ થઈ જતા બંને એ મંદિરમાં જઈને એકબીજાને ફૂલહાર પહેરાવીને લગ્ન કરી લીધા હતા.
શરૂઆતમાં આ બંનેનું દાંપત્યજીવન સારું ચાલી રહ્યું હતું તેવામાં વિજયની પત્ની જનકબેન હોટલ માં જે જગ્યાએ સ્લીપરમાં કામ કરી હતી.તે જ હોટલ માં અજીત પાસવાન પણ સાફ સફાઈ કરવાનું કામ કરતો હોવાથી આ બંનેની આંખો મળી જતાં પ્રેમસંબંધ બંધાયો હતો.
જોકે સમય જતાં વિજયને પોતાની પત્ની જનકના અજીત સાથેના પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળતા આ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જેને લઇને જનક એ પોતાના પ્રેમી અજીત સાથે પ્રેમ સંબંધ ઓછો કરતાં તે ગુસ્સામાં આવી ગયો હતો.
જ્યારે વિજય અને તેની પત્ની રીંકી ચોકડી પાસે પાણી ભરવા માટે ગયા હતા ત્યારે અચાનક ત્યાં અજીત પાસવાન આવીને આ બન્ને નો પીછો કરતા આવી ગયો હતો.
ત્યાં અજીત પાસવાન અને વિજય આ બંને વચ્ચે બોલાચાલી બાદ ગુસ્સામાં આવીને પત્નીના પ્રેમી અજીત પાસવાન જે મૂળ બિહાર નો છે તેને વિજય ને શરીરે ઉપરાછાપરી છરીના ઘા મારી દેતા તે લોહીલુહાણ થઈ જવા સાથ મોત નીપજયું હતું.
જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ ભરચક અને અવર-જવર વાળો વિસ્તાર હોવાથી હત્યારો અજીત ત્યાંથી જતો રહ્યો હતો. આ યુવાનની હત્યા થઈ તેની સામે જ પોલીસ મથક હોવા છતાં હત્યારાએ કોઈ પણ ડર વિના ગુનાને અંજામ આપતા સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ હાલોલમાં બન્યો હતો.
પોલીસે ઘટનાની ગંભીરતાને લઇને જનક ના પ્રેમી અજીત પાસવાને ગણતરીના કલાકોમાં પકડી પાડીને જેલના સળિયા ગણતા કરી દીધો હતો. વિજય એ જનક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પણ તેની પત્નીએ તેને દગો આપીને બીજા સાથે પ્રેમ સંબંધ બાંધતા આ ઘટના બની હોય ત્યારે એમ કહેવાય કે હવે પ્રેમ સંબંધ પર પણ વિશ્વાસ કેટલો મૂકવો?હાલોલ ટાઉન પોલીસે આ મામલે ૩૦૨ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પાગલ બનેલા પ્રેમીએ તેની પ્રેમીકા ની સામે જ પ્રેમીકાના પતિને મોત ને ઘાટ ઉતાર્યો:- હાલોલ જી.આ.ડી.સી પોલીસ ચોકી નજીક જ ખેલાયો ખૂની ખેલ
Views 147