કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન રૂ.5 હજારની લાંચ લેવી મુશ્કેલી પડી

Views 139

અરજીની તપાસ માટે રૂ.5100ની લાંચ માગી

હોમગાર્ડ સાહિલ મિર્ઝા એસીબીના હાથે ઝડપાયો


અમદાવાદમાં કોન્સ્ટેબલ તથા હોમગાર્ડ લાંચ લેતા પકડાયા છે. જેમાં અરજીની તપાસ માટે રૂ.5100ની લાંચ માગી હતી. તેમાં કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ચૌહાણ, હોમગાર્ડ સાહિલ મિર્ઝા એસીબીના હાથે ઝડપાયો છે.
એસીબીએ હાલ આ મામલે તપાસ શરૂ કરી
અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશના રાઇટર કોસ્ટેબલ અને હોમગાર્ડને એસીબીએ લાંચ લેતા પકડાયા છે. જેમાં કોસ્ટેબલ જયેન્દ્રસિંહ ચૌહાણ અને હોમગાર્ડ સાહિલ મિર્ઝા 5100 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. આરોપી કોન્સ્ટેબલે અરજીમાં તપાસ કરવા માટે નાનો-મોટો વ્યવહાર કરવો પડશે કહી અને લાંચ માગી હતી. તેથી એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી લાંચ લેતા હોમગાર્ડને ઝડપી લીધો હતો. બાદમાં કોન્સ્ટેબલને પણ પકડ્યો હતો. એસીબીએ હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.
લાંચિયાઓને છટકું ગોઠવીને પકડ્યા
ઉલ્લેખનિય છે કે ફરીયાદીએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી તે અરજીની તપાસ ખાડીયા પોલીસ સ્ટેશનની માણેકચોક પોલીસ ચોકીમાં સોંપાઈ હતી. માણેકચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણએ અરજીના કામે અરજદારનું નિવેદન લખી જણાવ્યુ હતું કે આ અરજીની તપાસ કરવા નાનો મોટો વ્યવહાર કરવો પડશે.
રૂ.5100 આપી જવાનું કે પહોંચાડી દેવાનું કહ્યું 
26 નવેમ્બરના રોજ ફરીયાદી જયેન્દ્રસિંહને મળ્યા ત્યારે તેણે રૂ.5100 આપી જવાનું કે પહોંચાડી દેવાનું કહ્યું હતું. ફરિયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા લાંચનું છટકું ગોઠવ્યું હતું. રૂપિયા5100ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાને લાંચની રકમ ફરીયાદીએ આપતા એસીબીએ ઝડપી લીધા હતા અને કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહની પણ ધરપકડ કરી હતી.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *