ડાંગનું સંપર્ક વિહોણું ગામઃ સારવારના અભાવે બાળકીએ જીવ ખોયો

Views 72

ડાંગ જિલ્લાનાં પીંપરી ગામ નજીક આવેલા જૂનાદાવદહાડ ગામને જોડતા કોઝવે કે પુલનાં અભાવે લોકોને બીમારી સમયે સમયસર સારવાર ન મળતા મોતને ભેટતા હોવાનાં બનાવો બનતાં આ વિસ્તારનાં લોકોને વહીવટી તંત્ર સામે રોષ ફેલાઇ જવા પામ્યો છે. મહિના અગાઉ આવી ઘટના બની હતી. ફરી મહિના બાદ એક બાળકીને સારવારના અભાવે જીવ ખોખવો પડ્યો હતો. ચોમાસાના દિવસોમાં આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો અાવે છે. મહિનામાં બે બાળકોના મોત બાદ વહેલી તકે આ વિસ્તારમાં પુલ બનાવાય તો લોકોની આ કાયમી સમસ્યાનો અંત આવે તેમ છે.
પીંપરીથી જૂનાદાવદહાડ ગામ વચ્ચે કોઝવેના અભાવે
મળતી માહિતી અનુસાર વઘઇ-આહવા માર્ગ સ્થિત આવેલ પીંપરીથી જૂના દાવદહાડ ગામ વચ્ચે ખાપરી નદી વહેતી હોય ચોમાસા દરમિયાન આ વિસ્તાર ટાપુમાં ફેરવાય જઇ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગત મહિનાની 22.7.2018 નાં રોજ જૂનાદાવદહાડ ગામે રહેતા રોહિતકુમાર મોહનભાઇ પવાર (ઉ.વ.8) ને ઝેરી સાપ કરડી જતા નદીમાં પૂરની સ્થિતિ અને રાત્રિનો સમય હોય બાળકને સમયસર દવાખાને પહોંચાડી ન શક્તા બાળકને સારવાર ન મળવાને કારણે મોત નિપજ્યું હતુ. બાદમાં તા.12.8.2018 નાં રાત્રિએ જૂના દાવદહાડ ગામે રહેતી રવિનાબેન મુકેશભાઇ (ઉ.વ.7) ને ઝેરી સાપ કરડી જતા જૂનાદાવદહાડથી પીંપરી ખાપરી નદી ઓળંગી લાવવા વિલંબ થતાં બાળકીની સ્થિતિ નાજૂક બની હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *