સલમાન ખાને ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને કહ્યું…

Views 147

નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા

સૂતરની આંટી હાથમાં લક્કીની જેમ પહેરી

બોલિવુડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદ આવ્યા છે. જેમાં સલમાન ખાને અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. ઉલ્લેખનિય છે કે બોલિવુડ અભિનેતા સલમાને પોતાની નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા છે.

સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લક્કીની જેમ પહેરી
અભિનેતા સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. સલમાન ખાન અમદાવાદમાં આવતાંની સાથે જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જેમાં ગાંધી આશ્રમમાં હદયકુંજ અને ગાંધીજીના રૂમની મુલાકાત કરી છે.

salman khan: અમદાવાદની મુલાકાતે સલમાન, ગાંધી આશ્રમમાં કાંત્યો રેંટિયો, ઝલક મેળવવા ફેન્સની પડાપડી - salman khan promote his film antim the final truth in ahmedabad visits gandhi ...
2 hours ago

ગાંધી આશ્રમમાં સલામાને સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લક્કીની જેમ પહેરી હતી અને રેંટિયો ચલાવ્યો હતો. ગાંધી આશ્રમમાં આવતા વીઆઇપી મુલાકાતીઓને આશ્રમમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે તે પ્રમાણે જ સલમાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

હું અહીં આવવા માગીશ અને વધુ શીખવા માગીશ
સલમાને ફિલ્મના પ્રમોશન દરમિયાન સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે. બોલિવુડની અપકમિંગ ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે અમદાવાદમાં આવ્યા છે. તેમજ સલમાન ખાને આશ્રમની વિઝિટર બુકમાં એક સંદેશ લખ્યો હતો. જેમાં લખ્યું છે કે અહીં આવીને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને આ જગ્યા ખૂબ જ ગમી. અહીં આવવું મોટું સન્માન છે. હું ક્યારેય આ જગ્યાને નહીં ભૂલું. ચરખા પર પહેલીવાર હાથ અજમાવવો ખૂબ જ અદભુત અનુભવ રહ્યો. પરમાત્મા ગાંધીજીની આત્માને શાંતિ આપે. હું અહીં આવવા માગીશ અને વધુ શીખવા માગીશ.

ચાહકોએ બેરીકેટિંગ તોડ્યા
ગાંધીજીનો પારંપરિક રેટિયો પણ સલમાન ખાને ચલાવ્યો હતો. ગાંધી આશ્રમથી સલમાન ખાન નીકળતા હતા તે દરમિયાન આશ્રમમાં આવેલ મુલાકતીઓ અને સલમાનના ચાહકોએ બેરીકેટિંગ તોડ્યા હતા અને સલમાન સાથે ફોટો પડાવવા તથા સેલ્ફી લેવા પડાપડી કરી હતી. તેમજ આશ્રમથી નીકળતા સમયે પણ લોકો સલમાનની ગાડીને પણ ઘેરી હતી. જેમાં સલમાનની ગાડી ત્યાંથી નીકળી ગઇ હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *