સરકારી હોસ્પિટલ(રામબાગ)ગાંધીધામ નાં તબીબ દ્રારા 5 કિલ્લોની પેટનાં કેન્સરની ગાંઠની સફળ સર્જરી કરવામાં આવી

Views 129


સરકારી હોસ્પિટલ(રામબાગ)ગાંધીધામ નાં તબીબ દ્રારા 5 કિલ્લોની પેટનાં કેન્સરની ગાંઠની સફળ સર્જરી કરવામાં આવી
ગાંધીધામ: કચ્છના ગાંધીધામમાં સરકારી હોસ્પિટલ(રામબાગ)
ગાંધીધામ માં નિતનવી સર્જરી થઈ એક અલગ ઓળખાણ બનાવી રહયુ છે એમાંજ
હોસ્પિટલની ખ્યાતિમાં નવી સફળતા પ્રાપ્ત થયેલી છે. થોડા સમય પહેલા એક ૪૦ વર્ષનાં પોરબંદર નાં વતની મહીલા દર્દી
હોસ્પિટલમાં લાબાં સમયની તકલીફથી સારવાર અર્થે આવેલ જેમાં આશરે ૧૩ વર્ષ પહેલા આતરડાની સર્જરી થઈ હોઈ આંતરડું
બહાર કાઢેલ હતુ.(કોલોસ્ટ્રોમી) ૧૩ વર્ષથી આવી જ રીતે બદલેલ મળમાર્ગ સાથે જીવન ગુજારતુ હતુ અને છેલ્લા આશરે ૩ અને ૪
વર્ષ થી પેટની તકલીફોમાં દુખાવો અને સોજા જેવી તકલીફો રહેતી હતી.આ પીડીત મહીલા દર્દી પોરબંદર થી આવી ને હોસ્પિટલનાં
અધિક્ષકશ્રી ડો.અનુજકુમાર શ્રીવાસ્તવ ને મળતા તેમણે હોસ્પિટલ નાં જનરલ સર્જન ડો.કિશન કટુઆ નો સંપર્ક કરાવતા દર્દીની પ્રારંભિક
તપાસમાં બે આંતરડાનું ફરી જોડાણ થઈ શકે છે અને અંડાશયના કેન્સરની બહુ જ મોટી ગાંઠ હોવાનું નિદાન આવેલુ જેના સારવાર અર્થે
તા.૨૪/૧૧/૨૦૨૧ નાં ડો.કિશન કટુઆ જનરલ સર્જન અને ડો.મીતલ જાની ગાયનેકોલોજીસ્ટ દ્રારા પેટમાંથી અંડાશયના કેન્સરની
5 કિલ્લાની મોટી ગાંઠ કાઢી જે આંતરડાનો ભાગ ૧૩ વર્ષથી બહાર હતો અને તે ભાગને ફરી અંદરનાં અંતરાડાથી જોડાણ કરાવવાની
(કોલોસ્ટ્રોમી કલોઝર) કપરી સર્જરી ૬ કલાકની મહેનત બાદ પાર પાડતા મહીલા દર્દીને દર્દમાંથી રાહત અપાવવામાં આવેલ છે.
આ જટીલ સર્જરીમાં ડો.કિશન કટુઆ જન૨લ સર્જન સાથે સર્જરી સફળ બનાવવામાં હોસ્પિટલનાં અધિક્ષકશ્રી ડો.અનુજ કુમાર શ્રીવાસ્તવ,
સ્ટાફનર્સ ભાવના પટેલ અને સ્ટાફનર્સ સુર્યા નિનામા,તથા રામબાગનાં સમગ્ર ઓ.ટી સ્ટાફ દ્રારા જહમત ઉઠાવી હતી.એનેસ્થેટ્રીક તરીકેની
ભુમિકા ડો.રાજવીર જાડેજા ભજવી હતી.દર્દી ઓપરેશન બાદ સ્વસ્થ હાલતમાં છે દર્દીને ૧૩ વર્ષની પીડાથી મુકિત મળતા દર્દી અને તેના
પરીવારજનો હોસ્પિટલ અને સ્ટાફ માટે ખુશીની લાગણી અનુભવી છે.
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે 
અહેવાલ જગદીશ સોલંકી
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *