તાંબાના વાસણોનો ઉપયોગ કરતા હોવ તો જાણી લો તેના ગેરફાયદા

Views 151

તાંબાના વાસણમાં ખાવું-પીવું દરેક માટે ફાયદાકારક નથી હોતું

તાંબાના વાસણમાં ખાટું ખાવું સાબિત થઈ શકે છે ઝેર

તાંબાના વાસણમાં પાણી પીવાથી ફાયદો થાય છે. આ સાંભળીને ઘણા લોકો કંઈપણ વિચાર્યા વિના તાંબાના વાસણમાં પાણી પીવે છે અને તેનો ઉપયોગ રાત્રિભોજન અને લંચમાં પણ કરે છે. પરંતુ આ હંમેશા અને દરેક માટે ફાયદાકારક નથી હોતું. ઘણા કિસ્સામાં તાંબાના વાસણમાં ખાવું-પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
જો તમે પણ ખાવા-પીવા માટે તાંબાના વાસણોનો ઉપયોગ કરો છો. તો તમારે જાણવું જોઈએ કે આનાથી કયા લોકોને નુકસાન થઈ શકે છે.

અલ્સરના દર્દીને થઈ શકે સમસ્યા
જો કોઈને પેટમાં અલ્સર હોય કે ઘણીવાર એસિડિટીની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ ખાવા કે પીવા માટે તાંબાના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તાંબાની તાસીર ગરમ હોય છે, જેના કારણે તમારી સમસ્યા અનેકગણી વધી શકે છે. જો તમારે કોઈપણ કારણોસર તાંબાના વાસણોનો ઉપયોગ કરવો હોય તો તમારે આ માટે ડૉક્ટર અથવા આયુર્વેદ નિષ્ણાતની સલાહ લેવી જ જોઇએ.
કિડની-હૃદયના દર્દી માટે નુકસાનકારક
કિડની અને હૃદયની સમસ્યા હોય તો તાંબાના વાસણમાં પાણી પીવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે કિડની અથવા હૃદય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો તમારે તાંબાના વાસણમાં ખાતા-પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
માત્ર પાણી પીવા માટે જ ઉપયોગ કરો
ભલે તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યામાંથી પસાર ન થઈ રહ્યાં હોવ તો પણ તમારે તાંબાના વાસણમાં અન્ય કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તાંબાના વાસણોનો ઉપયોગ પીવાના પાણી માટે જ કરવો જોઈએ.
તાંબાના વાસણમાં આ વસ્તુઓ ક્યારેય ન ખાવી
તાંબાના વાસણમાં દૂધ કે દૂધની બનાવટો ક્યારેય ન ખાવી જોઈએ. આ સાથે તાંબાના વાસણમાં અથાણું, દહીં, છાશ અને ખાટી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. તાંબાના વાસણમાં રહેલી આ વસ્તુઓ ઝેરી થઈ શકે છે અને તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *