આ ક્રિકટરો બન્યા ઓસ્ટ્રેલિયાના નવા ટેસ્ટ કેપ્ટન અને વાઇસ-કેપ્ટન 

Views 141

ટિમ પેને કેપ્ટન પદ છોડ્યા બાદ પેટ કમિન્સ ટેસ્ટ ક્રિકેટ ટીમના નવા કેપ્ટન

પહેલીવાર કોઈ બોલર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરશે

વિશ્વના નંબર વન ટેસ્ટ બોલર પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કમિન્સ ઓસ્ટ્રેલિયાનો 47મો ટેસ્ટ કેપ્ટન બન્યો છે. સ્ટીવ સ્મિથને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
65 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ બોલર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરશે. કમિન્સે ટિમ પેનની જગ્યા લીધી છે. પેને મહિલા સહકર્મીને પોતાની અશ્લીલ તસવીરો અને અશ્લીલ મેસેજ મોકલવા બદલ દિલગીરી વ્યક્ત કરતા કેપ્ટન પદ છોડવાનો નિર્ણય લીધો હતો. આગામી મહિનાથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણી રમાવાની છે.

સ્ટીવ સ્મિથને 3 વર્ષ પછી મળી જવાબદારી
2018માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં બોલ-ટેમ્પરિંગ બાદ સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી અને તેના સ્થાને ટિમ પેનને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. પરત ફર્યા બાદ તે બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો. જોકે, ફરી એકવાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વાઈસ-કેપ્ટન બનવા પર સ્મિથે કહ્યું કે, ‘ટીમના નેતૃત્વમાં વાપસી કરીને હું ઘણો ખુશ છું. હું પેટ કમિન્સને મદદ કરવા તૈયાર છું. કમિન્સ અને હું લાંબા સમયથી સાથે રમી રહ્યા છીએ તેથી અમે એકબીજાની શૈલી જાણીએ છીએ.’
કમિન્સ વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર
પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાના એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જે ત્રણેય ફોર્મેટમાં રમે છે. તેણે અત્યાર સુધીમાં 34 ટેસ્ટ, 69 વનડે અને 37 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કમિન્સ ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર વન પર છે. કમિન્સે ટેસ્ટમાં 164, વનડેમાં 111 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 42 વિકેટ ઝડપી છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *