રાત્રે ઊંઘની સમસ્યા હોય એવા આધેડ અને વૃદ્ધોને ચિત્તભ્રમનું જોખમ 25 ટકા વધુ 

Views 138

  • જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા હોય એવા લોકોમાં ચિત્તભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાઓનો ભોગ બનતા હોવાનું એક સંશોધન સમીક્ષામાં સૂચન કરાયું છે.  

  • સંશોધકોએ આ પહેલાં થયેલા નોર્થ અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયામાં આધેડ અને વૃદ્ધોની માનસિક હાલત ઉપર ઊંઘની અસર ઉપર અગાઉ થયેલા ૫1 અભ્યાસોના ડેટા તપાસ્યા હતા.

જે લોકો અનિદ્રાથી પીડાતા હોય, તેઓમાં માનસિક રોગ વિકસે એવી સંભાવના 27 ટકા વધુ હોય છે. સંશોધકોને એ પણ જણાયું છે કે જે લોકોને અપૂરતી ઊંઘ આવતી હોય, એવા લોકોમાં ચિત્તભ્રમ પેદા થાય એવું જોખમ 25 ટકા વધે છે.
જર્નલ ઓફ ન્યુરોલોજી, ન્યુરોસર્જરી એન્ડ
સાઇકિયાટ્રીમાં આ અભ્યાસના હેવાલ મુજબ કથિત અપૂરતી ઊંઘ કે પથારીમાં પડખાં ઘસતા રહેવાને કારણે માનસિક અસ્વસ્થતાનું જોખમ ૨4 ટકા વધી જતું હોય છે. આ અભ્યાસાના લેખક ચીનની કિંગડડાઓ યુનિવર્સિટીના ડૉ. વેઇ ઝુએ જણાવ્યું હતું કે આ તારણથી ચિત્તભ્રમને રોકવા માટે ઊંઘનું મેનેજમેન્ટ ઉપયોગી સાબિત થાય એમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અભ્યાસ ઊંઘની સમસ્યા સીધી કે પરોક્ષ રીતે કેટલી અને કઈ રીતે ચિત્તભ્રમ કે માનસિક બીમારીઓને લાવે છે, તે જાણવાનો ન હતો. એ માટે તો અન્ય કારણો પણ સંભવ છે.  
ડૉ. ઝુએ જણાવ્યું હતું કે ઊંઘની સમસ્યાને પગલે મગજ તથા કરોડરજ્જુ સહિત કેન્દ્રીય ચેતા તંત્રમાં દાહ પેદા કરીને માનસિક અસ્વસ્થતા પેદા કરી શકે છે. મગજને ઓક્સિજન ઓછો પૂરા પાડવાને કારણે કે કથિત સેરેબ્રલ હાયપોક્ષિયા થકી પણ માનસિક સમસ્યા પેદા થઈ શકે છે. ઉપરાંત ઓછી ઊંઘને કારણે મગજના ચાવીરૂપ ભાગોમાંથી કચરો કે નષ્ટ થયેલા કોષોને દૂર કરવાનું મગજનું કામ ઓછું અસરકારક થઈ શકે છે

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *