એશિયન ચેમ્પિયનશિપ : જ્યોતિ અને ઋષભે મિક્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર પણ જીત્યો
વર્લ્ડ ચેમ્પિયનશિપની ત્રણ વખતની સિલ્વર મેડાલિસ્ટ જ્યોતિ સુરેખાની જીત
એશિયન આર્ચરી ચેમ્પિયનશિપની વિમેન્સ કમ્પાઉન્ડમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ
સપ્ટેમ્બરમાં યંકતૂન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ સિલ્વર જીતનાર જ્યોતિએ 2015ની વર્લ્ડ ચેમ્પિયન કોરિયાની કિમ યૂન્હીને સેમિફાઇનલમાં આસાનીથી 148–143ના સ્કોરથી હરાવી હતી. ત્યારબાદ તેણે કોરિયાની અન્ય તીરંદાજ ઓહ યૂહ્યુને 146–145થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. અંતિમ સેટ પહેલાં વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત ખેલાડી જ્યોતિએ બે પોઇન્ટની લીડ મેળવી હતી. તેણે અંતિમ સેટમાં એક વખત 10 તથા બે વખત નવનો સ્કોર કર્યો હતો. કોરિયન તીરંદાજના વિવાદાસ્પદ નિર્ણયમાં નવ પોઇન્ટના કારણે ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો. કોચ સહિત પૂરી કોરિયન ટીમે રેફરીના નિર્ણયને પડકાર્યો હતો અને તેમનું માનવું હતું કે નિશાન 10 પોઇન્ટ ઉપર વાગ્યું છે પરંતુ જજે નવ પોઇન્ટનો જ નિર્ણય આપ્યો હતો. આ પહેલાં જ્યોતિએ ભારતના યુવા મેન્સ તીરંદાજ ઋષભ યાદવ સાથે મિક્સ કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટનો સિલ્વર મેડલ મેળવ્યો હતો.