શેરબજારમાં Paytmનો પહેલો દિવસ રોવડાવનારો રહ્યો
કંપનીનો શેર આઈપીઓના પ્રાઈસથી લગભગ 27 ટકા નીચે ખૂલ્યો
રોકાણકારોની સંપત્તિમાં 38000 કરોડ રૂપિયાનું નુકસાન
શેરબજારમાં Paytmનો પહેલો દિવસ રોવડાવનારો રહ્યો. કંપનીનો શેર આઈપીઓના પ્રાઈસથી લગભગ 27 ટકા નીચે ખૂલ્યો હતો. આ સમયે રોકાણકારોની સંપત્તિમાં 38000 કરોડ રૂપિયાનું નુકસાન જોવા મળ્યું.

રોકાણકારોના 38000 કરોડ રૂપિયા ધોવાયા
IPOને માટે Paytmના શેરનું ઉચ્ચમૂલ્ય 2150 રૂપિયા રાખવામાં આવ્યું હતું. ગુરુવારે જ્યારે કંપનીનો શેર લિસ્ટ થયો તો પહેલા દિવસે તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને કારોબારના અંતમાં બીએસઈ પર તે 585.85 રૂપિયા એટલે કે 27.25 ટકા તૂટ્યો. આ સમયે કંપનીના શેરમાં રોકાણ કરનારાની સંપત્તિમાંથી 38000 કરોડ રૂપિયા સાફ થયા હતા.

Paytmનો આઈપીઓ ઓપનિંગમાં રહ્યો નબળો
શેરબજારની શરૂઆતમાં Paytmનો શેર નબળો ખુલ્યો. કારોબારના અંતમાં કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1.01 લાખ કરોડ રૂપિયા રહ્યું જે લિસ્ટિંગ સમયે 1.39 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જો Paytmનો શેર ખૂલવા અને બંધ થવાનો ભાવનું અંતર જોઈએ તો પણ 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના કુલ 10.06 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું.
NSE પર પણ તૂટ્યો શેર
અહીં પણ કંપનીનો શેર દિવસમાં 20 ટકા જેટલો તૂટ્યો હતો. એનએસઇ પર કંપનીના 2.3 કરોડ શેરનું ટ્રેડિંગ થયું. અહીં કંપનીનો શેર આઈપીઓ મૂલ્યથી 27.44 ટકા તૂટીને 1560 રૂપિયા પર બંધ થયું.