250 કરોડથી લઈને 500 કરોડના બજેટવાળી બોલિવૂડ ફિલ્મો

Views 70

કોરોનાને કારણે અટકી પડેલી બિગ બજેટ મૂવી ફરી રિલીઝ થવા માટે તૈયાર

કોરોનાના કહેર વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને સૌથી માઠી અસરો પહોંચી હતી.

બોલિવૂડની કેટલીક બિગ બજેટ ફિલ્મોએ રિલીઝ ડેટ પાછી લઈને સારા સમયની રાહ જોવાનું નક્કી કર્યું હતું.

હવે જ્યારે દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે ત્યારે બોલિવૂડની કેટલીક બિગ બજેટ ફિલ્મો ફ્લોર પર આવી ગઈ છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે બોલિવૂડની 500 કરોડથી લઈને 250 કરોડના બજેટવાળી ફિલ્મો શ્રાોતાઓને મનોરંજન પૂરું પાડવા એકદમ તૈયાર છે. બોલિવૂડની આવી જ કેટલીક બિગ બજેટ ફિલ્મો આ પ્રમાણે છે
આદિપુરુષ      
આ ફ્લ્મિને ભારતીય સિનેમા જગતની સૌથી મોંઘી ફિલ્મ કરાર કરવામાં આવી રહી છે. આ ફિલ્મ રામાયણ આધારિત હશે. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હશે. જેમાં સૈફ્ અલી ખાન, પ્રભાસ અને ક્રિતી સેનન જોવા મળશે.
પોનિયીન સેલવાન     
આ ફ્લ્મિ કલ્કી ક્રિષ્નામૂર્તિએ લખેલી નોવલ આધારિત છે. ફિલ્મમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમ મુખ્ય પાત્રો ભજવતા નજરે પડશે. ફિલ્મનું બજેટ અંદાજે રૂ.500 કરોડનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  
RRR
1920માં દેશ માટે લડનારા ક્રાંતિકારીઓ આધારિત આ ફ્લ્મિ એસ.એસ. રાજામૌલીએ ડાયરેક્ટ કરી છે. કોરોના વાઇરસના કારણે આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થઈ શકી નહોતી. ફ્લ્મિનું બજેટ 400 કરોડ રૂપિયા છે. અને ફ્લ્મિમાં જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ, રામ ચરણ, અજય દેવગન જોવા મળશે
પ્રોજેક્ટ કે  
દીપિકા, અમિતાભ અને પ્રભાસ આ ફિલ્મમાં મુખ્ય કેરેક્ટરમાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા છે. હજુ આ ફિલ્મ અંગે મેકર્સ દ્વારા શૂટિંગ શરૂ થયાની કે અન્ય અપડેટ્સ આપી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ ફિલ્મ ચર્ચાનો વિષય છે.  
ટાઇગર 3 
ટાઇગર સિરીઝના આ ત્રીજા ભાગમાં સલમાન ખાન અને કેટરીના કેફ્ જોવા મળશે. સાથે જ ઇમરાન હાશ્મી પાકિસ્તાની આઇએસઆઇ જાસૂસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ રૂ.350 કરોડ છે
ટાઇગર સિરીઝના આ ત્રીજા ભાગમાં સલમાન ખાન અને કેટરીના કેફ્ જોવા મળશે. સાથે જ ઇમરાન હાશ્મી પાકિસ્તાની આઇએસઆઇ જાસૂસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ રૂ.350 કરોડ છે
શાહરૂખ ખાનની સાથે જોન અબ્રાહમ અને દીપિકા પદુકોણ પણ આ ફિલ્મમાં દેખાશે. ફિલ્મનું અંદાજિત બજેટ રૂ.280 કરોડ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થશે તેવા અહેવાલો છે.
પુષ્પા
આલ્લુ અર્જુન, ફહાદ ફાસિલ, રશ્મિકા મંદાના આ ફિલ્મમાં મુખ્ય કેરેક્ટરમાં જોવા મળશે. ફિલ્મ 25 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થવા તૈયાર છે. ફિલ્મનું આખું નામ પુષ્પાઃ ધ રાઇઝપાર્ટ 1 છે. ફ્લ્મિનું બજેટ રૂ. 250 કરોડનું છે
ફાઈટર
દીપિકા પદુકોણ અને રિતિક રોશન આ ફિલ્મમાં એક સાથે દેખાશે. જેથી ફ્ેન્સ પણ બંનેને એક સાથે જોવા આતુર છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થઈ શકે છે અને તેનું બજેટ 250 કરોડ રૂપિયા જાણવામાં આવી રહ્યું છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *