ઇન્વેસ્ટમેન્ટ બેંકરે ટેસ્લા પાસે શેર્સ અથવા કેશની માગણી કરી છે, જોકે ઈવી ઉત્પાદકે તેના કરારનો ધરાર ભંગ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે
અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંકર જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીએ સોમવારે ટેસ્લા ઈન્ક સામે 16.22 કરોડ ડોલર માટે ફરિયાદ કરી હતી. તેણે એલન મસ્કની ઈવી કાર ઉત્પાદક કંપની સ્ટોક વોરંટ્સ સંબંધી કોન્ટ્રેક્ટનો ભંગકરી રહી હોવાનું જણાવ્યું છે.
મસ્કે 2018માં તેઓ ટેસ્લાને પ્રાઈવેટ કંપની બનાવી શકે છે તે પ્રકારે કરેલી ટ્વિટનો સંદર્ભ આપ્યો છે.
મેનહટન ફેડરલ કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ ટેસ્લાએ જેપી મોર્ગન સાથે વોરંટ ટ્રાન્ઝેક્શન્સ કર્યું હતું. જે હેઠળ જો વોરંટ્સ એક્સપાયર થાય ત્યારે કંપનીના શેરનો ભાવ કોન્ટ્રેક્ટમાં નિર્ધારિત સ્ટ્રાઈક પ્રાઈસ કરતાં ઊંચો હોય તો તેણે કંપનીના શેર્સ અથવા કેશ ડિલિવર કરવાની રહેશે એમ નક્કી થયું હતું.
જોકે મસ્કે 7 ઓગસ્ટ 2018ના રોજ એક ટ્વિટમાં તેઓ 420 ડોલર પ્રતિ શેરના ભાવે કંપનીને પ્રાઈવેટ બનાવવા માટે પૂરતું ફંડિંગ ધરાવતાં હોવાનું જણાવ્યું હતું. તેને કારણે વોરંટ્સના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને જૂન અને જુલાઈ 2021માં એક્સપાયરી સુધી તે ટેસ્લાના શેર પ્રાઈસ કરતાં ઘણા નીચે ટ્રેડ થયાં હતાં.
જેપી મોર્ગને કંપની પાસે તેના શેર્સ અથવા કેશની માગણી કરી હતી. જોકે ટેસ્લાએ તેણે કોન્ટ્રેક્ટમાં કરેલા વાયદાનું પાલન કરવાની સ્પષ્ટ અવગણના કરી હોવાનું જેપી મોર્ગને જણાવ્યું છે. જેપી મોર્ગન તેના પેમેન્ટના અધિકારને ધ્યાનમાં રાખીને આ ફરિયાદ કરી રહી છે. ટેસ્લાએ જોકે માર્કેટ બંધ થયા બાદ પણ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નહોતી.