ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની કમિશનર તરીકે વરણી
દિગ્ગજો વચ્ચે રમાનારી આ લીગ ગંભીર ક્રિકેટની સાથે ઘણી રોમાંચક બનશેઃ શાસ્ત્રી
પૂરી લીગ અત્યંત રસાકસીવાળી બની રહેશે તેની મારી ગેરંટીઃ શાસ્ત્રી
ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને આગામી વર્ષથી શરૂ થનારી લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એલએલસીનું પહેલું સત્ર આગામી વર્ષે જાન્યુઆરી 2022માં ખાડીના કોઈ દેશમાં આયોજિત થવાનું છે. આ લીગમાં ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુકેલા ખેલાડીઓ ભાગ લેવાના છે.
આ લીગના આયોજકો તરફથી જાહેર વિજ્ઞપ્તિમાં શાસ્ત્રીએ કહ્યું કે, ‘ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું ખૂબ સારૂં લાગે છે, ખાસ કરીને રમતના એ દિગ્ગજો સાથે જે પોતાના સમયના ચેમ્પિયન રહ્યા છે. આ ગંભીર ક્રિકેટની સાથે ખૂબ મજેદાર પણ બનવાનું છે. આ દિગ્ગજોને કશું પણ ફરી સાબિત નથી કરવાનું પરંતુ તેમની પ્રતિષ્ઠા દાંવ પર લાગી હશે.’
વિશ્વ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે આગામી વર્ષના જાન્યુઆરીમાં રમાનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે. એલએલસીની પ્રથમ સિઝન જાન્યુઆરીમાં ઉપખંડના કોઈ દેશમાં યોજાનારી છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથેનો કાર્યકાળ પૂરો કરનાર રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, પોતપોતાના સમયમાં ચેમ્પિયન રહી ચૂકેલા ખેલાડીઓ સાથે સંકળાયેલી ક્રિકેટ સાથે જોડાયેલા રહેવાની બાબત શાનદાર છે.
શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, દિગ્ગજો વચ્ચે રમાનારી આ લીગ ગંભીર ક્રિકેટની સાથે ઘણી રોમાંચક પણ બની રહેશે. આ દિગ્ગજોએ ફરીથી કશું સાબિત કરવાનું રહેતું નથી પરંતુ તેમની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગેલી રહેશે. તેઓ રમતને કેવો ન્યાય આપશે તે પણ રસપ્રદ બનશે. પૂરી લીગ અત્યંત રસાકસીવાળી બની રહેશે તેની મારી ગેરંટી છે. લિજેન્ડ્્સ ક્રિકેટનો હિસ્સો બનવાનો મને આનંદ છે. આ અનોખી લીગ છે અને અમને તેનું ભાવિ ઘણું ઊજળું લાગી રહ્યું છે.
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ રમશે જેમાં તેઓ ભારત, એશિયા અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટીમનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ટીમનો ભૂતપૂર્વ ફિઝિયો એન્ડ્રયુ લીપસ લીગમાં સ્પોર્ટ્સ સાયન્સ ડાયરેક્ટરની ભૂમિકા ભજવીને ખેલાડીઓની ફિટનેસનું ધ્યાન રાખશે.