આવનારા દિવસોમાં 5 દિવસ બેંક રહેશે બંધ, ચેક કરો લિસ્ટ 

Views 133

નવેમ્બરમાં હજુ 5 દિવસ બેંક રહેશે બંધ

19, 21, 22, 23, 28 ના રોજ બેંક રહેશે બંધ

બેંકના અનેક કામ થશે પ્રભાવિત

દિવાળીની રજાઓ બાદ નવેમ્બર મહિનો લગભગ અડધો પૂરો થઈ ચૂક્યો છે ત્યારે આ મહિનાની શરૂઆતમાં અનેક રજાના કારણે લોકોને બેંક સંબંધિત કામ કરવામાં મુશ્કેલી આવી હતી. આ પછી હવે દેશના અનેક રાજ્યોમાં બેંકમાં લગભગ 11 દિવસ કામકાજ બંધ રહેશે. 15 નવેમ્બર બાદથી હજુ પણ 6 દિવસ સુધી બેંક બંધ રહેશે. તહેવારની સીઝન પૂરી થતાની સાથે જ બેંકને પહેલાની સરખામણીમાં રજાઓ મળી નથી.
 

બેંકના કામની સાથે પ્લાન કરી લો રજાની તારીખો પણ
જો તમારે બેંક સંબંધિત કોઈ કામ કરવા છે તો તમે રજાની તારીખોને પણ પ્લાન કરી શકો છો. તમે પહેલાથી તમારા કામને પતાવી લો તે જરૂરી છે. RBI દર મહિનાની રજાઓનું લિસ્ટ જાહેર કરે છે. તેમાં અલગ અલગ રાજ્યોના આધારે અલગ રજાઓ નક્કી હોય છે. તો જાણો કયા રાજ્યોમાં બેંક ક્યારે બંધ રહેશે.
આ રાજ્યોમાં આ કારણે બેંકમાં રહેશે રજા
 

19 નવેમ્બર – આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, ગુરુ નાનક જયંતિ/કાર્તિક પૂર્ણિમાના કારણે કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
21 નવેમ્બર – રવિવારના કારણે દેશની તમામ બેંક બંધ રહેશે.
22 નવેમ્બર – કનકદાસ જયંતીના કારણે બેંગલુરુમાં બેંક બંધ રહેશે.
23 નવેમ્બર – સેંગ કુટ્સનેમના અવસરે શિલોંગમાં બેંકનું કામકાજ બંધ રહેશે.
28 નવેમ્બર – રવિવાર હોવાના કારણે બેંકની તમામ બેંકમાં રજા રહેશે.
આ કામ પર થશે મોટી અસર
આપને જણાવી દઈએ કે બેંકનું મોટાભાગનું કામ હવે યૂઝર્સ ઓનલાઈન કરી રહ્યા છે. તેમ છતાં ચેક ક્લિયરન્સ, કેવાયસી જેવા કેટલાક ખાસ કામને માટે બેંક જવાની જરૂર રહે છે. બેંકમાં કામકાજની રાહતની અસર ખાતેદારોને થાય છે. આ સિવાય ક્લિયરન્સની પ્રોસેસમાં પણ મોડું થવાના કારણે આર્થિક બાબતોમાં નુકસાન થઈ શકે છે.
ઓનલાઈન સર્વિસિસ રહેશે ચાલુ
આ સાથે અન્ય એક સારી વાત એ છે કે જ્યારે પણ બેંકમાં રજા રહે છે ત્યારે તમે ઓનલાઈન એપનો ઉપયોગ કરીને તમારા જરૂરી કામ પૂરા કરી શકો છો. ઓનલાઈન એપની મદદથી ટ્રાન્ઝેક્શન પણ ઓછા સમયમાં સરળતાથી થઈ શકે છે. તો તમે આ રસ્તો અપનાવીને કામની અડચણને દૂર કરી શકો છો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *