સરકાર દ્વારા નોટિફિકેશન નં. 11/2017 સેન્ટ્રલ ટેક્સ (રેટ) જાહેર કરી અનેક માલ અને સેવા માટે પૂરેપૂરી કરમુક્તિ અને જી.એસ.ટી.ના દરમાં કમી કરી partial exemption આપવામાં આવેલ છે અને આ નોટિફિકેશનનો અમલ 1લી જુલાઈ, 2017થી કરવામાં આવેલ હોવાથી કરમુક્તિ અને કન્સેશનલ દરનો લાભ જી.એસ.ટી.ના કાયદાના અમલની તારીખથી જ આપવામાં આવેલ છે. આ નોટિફિકેશન હેઠળ આવરી લેવાયેલ સેવાઓમાં ‘રેસ્ટોરાં સર્વિસ‘ નો પણ સમાવેશ કરવામાં આવેલ છે, અને આ સેવા પર 18%ના બદલે 5% જી.એસ.ટી. વસૂલ કરી 13%ની રાહત આપવામાં આવેલ છે. આ સેવામાં આઇસક્રીમ પાર્લર, આઇસક્રીમ જોઈન્ટ્સ વગેરે પ્રકારની જગ્યાઓમાં અપાતી સેવાનો સમાવેશ પણ થાય કે નહીં, એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે.
વ્યાપારીઓની સમજ
આખા દેશમાં અનેક જગ્યાએ આઇસક્રીમ પાર્લર અને પીણાં તથા નાના–મોટા નાસ્તાનું વિતરણ કરવા માટે નાના–મોટા વ્યાપારીઓ જગ્યા લઈને ગ્રાહકોને આઇસક્રીમ, પીણાં, સેન્ડવિચ જેવા નાસ્તા, વેફરના પેકેટ, ચા–કોફી વગેરે પ્રકારની ખાવા–પીવાની ચીજોનું વેચાણ કરે છે. આવા બધાં જ વ્યાપારીઓનું જુલ્ાાઈ, 2017ની માનવું હતું કે તેમની નાની–મોટી જગ્યાઓ રેસ્ટોરાં ગણાય, કારણ કે ગ્રાહકોને બેસવા માટે ટેબલ–ખુરશી/સોફાની વ્યવસ્થા આવી જગ્યાઓમાં હોય છે, અને ગ્રાહકો ત્યાં બેસીને શાંતિથી, એટલે કે ઇીઙ્મટ્વટ કરતાં કરતાં, હળવો નાસ્તો અથવા આઇસક્રીમ અને ઠંડા–ગરમ પીણાંનો ઉપભોગ કરતાં હોવાથી ‘રેસ્ટોરાં સર્વિસ‘ માટેનો 5% જી.એસ.ટી. ભરવાનો કાયદો તેમને લાગું પડે. આ પ્રકારની સમજણ હોવાથી સમગ્ર વ્યાપારી વર્ગે 5% જી.એસ.ટી. ભરીને આવી જગ્યાઓમાં વેચાણ થતી ચીજવસ્તુઓ ઉપર ભરાયેલ જી.એસ.ટી.ની ક્રેડિટ (આઇ.ટી.સી.) લીધી નથી, કારણ કે નોટિ. નં. 11/2017માં શરત મૂકવામાં આવેલ છે કે 5% જી.એસ.ટી. ભરતા સમયે આઇ.ટી.સી. લેવાશે નહીં. આ પ્રેક્ટિસ જુલાઈ, 2017થી અત્યાર સુધી ચાલતી આવી છે, અને જી.એસ.ટી. ખાતાના અધિકારીઓએ આજ સુધી સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ પાર્લર/ આઇસક્રીમ જોઈન્ટ વગેરે જગ્યાએથી ભરાતાં 5% જી.એસ.ટી. બાબતે ધંધો લીધો નથી.
સરકારી પરિપત્ર દ્વારા ખુલાસો
ભારત સરકાર દ્વારા તા. 6 ઓક્ટોબર, 2021ના રોજ પરિપત્ર નં. 164/20/2021–જી.એસ.ટી. બહાર પાડવામાં આવેલ છે, અને પરિપત્રના ફકરા નં. 4 હેઠળ ‘રેસ્ટોરાં સર્વિસ‘ બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે, જેના કારણે વ્યાપારીઓની જુલાઈ, 2017થી અત્યાર સુધીની સમજણ અને 5%ના કન્સેશનલ દરથી ભરાયેલ ટેક્સ બાબતે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. આ પરિપત્રના ફકરા નં. 4.3 હેઠળ આવે ખુલાસો થયો છે કે આઇસક્રીમ પાર્લરો જે આઇસક્રીમનું વેચાણ કરે છે તે આવા પાર્લરમાં બન્યો નથી, પણ બહારથી પૂરેપૂરો બનેલો હોય છે અને તેથી આઇસક્રીમ પાર્લર દ્વારા already manufactured આઇસક્રીમનું વિતરણ થાય ત્યારે રેસ્ટોરાં સર્વિસનો 5% ટેક્સનો લાભ નહીં મળે. ફકરા નં. 4.3 હેઠવ વધુ ખુલાસો છે કે આ પાર્લરોમાં આઇસક્રીમ બનતો નથી , અને તેથી આવી જગ્યા ને રેસ્ટોરાં ગણી શકાય નહીં. સરકારે આ બાબતે પરિપત્ર દ્વારા ખુલાસો કર્યો છે કે આઇસક્રીમ પાર્લરની જગ્યાઓ દ્વારા આઇસક્રીમના સપ્લાયમાં સેવા ના અમુક તત્ત્વો હોવા છતાં પાર્લર અને તે પ્રકારના આઉટલેટ માંથી વિતરણ થતાં આઇસક્રીમ પર 18% ટેક્સ ભરવાનો થાય છે.
પરિપત્રના ખુલાસાનો આધાર
સરકારના આ ખુલાસાનો આધાર તપાસતાં ફલિત થાય છે કે પરિપત્રમાં ત્રણ કારણો આપવામાં આવેલ છે. પ્રથમ કારણ : પાર્લર અને તે પ્રકારના આઉટલેટ સંપૂર્ણપણે અસ્તિત્વમાં આવી ગયેલ આઇસક્રીમનું વેચાણ કરે છે, બીજું કારણ : આવી જગ્યાઓ રેસ્ટોરાંના ગુણધર્મો ધરાવતી નથી, ત્રીજું કારણ : આવા પાર્લરો આઇસક્રીમ cook/prepare કરતાં નથી, જ્યારે રેસ્ટોરાંમાં ચીજ–વસ્તુઓ cook/prepare થાય છે. આ ત્રણ કારણોના આધારે પાર્લરો તથા તેવા પ્રકારના અન્ય આઉટલેટને રેસ્ટોરાં નહીં ગણવાનું અને આ પ્રકારની જગ્યાએથી વેચાતા આઇસક્રીમ ઉપર 18% ટેક્સ ભરવાનો થાય છે તેવો ખુલાસો હવે ઓક્ટોબર, 2021ના મહિનામાં કરવામાં આવેલ છે.
પરિપત્રથી ઉદ્ભવતી મુશ્કેલીઓ
ઓક્ટોબર 6, 2021ના પરિપત્ર દ્વારા ‘રેસ્ટોરાં સર્વિસ‘ના વ્યાપનો ખુલાસો થયેલ છે, અને સરકાર દ્વારા એવું જણાવવામાં નથી આવ્યું કે આ ખુલાસો પરિપત્રની તારીખથી લાગુ પાડવામાં આવશે. પરિણામે સૌ પ્રથમ વ્યાપારીઓ તે જે મુશ્કેલી પડશે તે છે 1લી જુલાઈ, 2017થી અત્યાર સુધીના બધા જ વેચાણના વ્યવહારો ખોલવામાં આવશે અને સમગ્ર વ્યવહારો ઉપર 13% ટેક્સની વસૂલાત માટે માગણી કરવામાં આવશે, અને તફાવતના ટેક્સની વસૂલાત માટે શો–કોઝ નોટિસ અને ઓર્ડર/અપીલ વગેરે કાર્યવાહી થશે. 13% તફાવતના ટેક્સ ઉપર વ્યાજની પણ વસૂલાત થશે. દંડ/પેનલ્ટી પણ વસૂલ થઈ શકે, કારણ કે જુલાઈ, 2017થી અત્યાર સુધીનો સમય 4 વર્ષનો હોવાથી સરકારી અધિકારીઓ બદ્ઇરાદો , હકીકત છુપાવવાના વગેરે આક્ષેપો કરી વ્યાપારીઓ વિરુદ્ધ ચાર વર્ષ પછી લેવાતા વસૂલાતના પગલાં સાચા અને વાજબી હોવાનો કેસ બનાવશે. આઇસક્રીમ તથા અન્ય ચીજો અને સેવાઓ ઉપર ભરાયેલ ટેક્સની ક્રેડિટ વેપારીઓએ જતી કરેલ છે, પણ પાછલા સમયની આઇ.ટી.સી. લેવા માટે સી.જી.એસ.ટી. એક્ટની કલમ 16 (4) હેઠળ સમયમર્યાદા હોવાથી વ્યાપારીઓને છેલ્લા એક વર્ષ અગાઉની ક્રેડિટ પણ આપવામાં નહીં આવે. સ્વાભાવિક છે કે પાર્લર અને તે પ્રકારના આઉટલેટનો વ્યવસાય કરતાં વ્યાપારીઓની કમર આવા બોજાથી તૂટી પડશે, અને વ્યાપારીઓ માટે આવી જવાબદારી નિભાવવાનું અશક્ય બની જાય તેવી પૂરી સંભાવના છે. આ સંજોગોમાં ‘રેસ્ટોરાં સર્વિસ‘ અને ‘રેસ્ટોરાં‘ કોને ગણી શકાય અને સરકારી પરિપત્રમાં cooking અથવા ખાવાની ચીજવસ્તુ cook/prepare કરવામાં આવે તો જ એ premiser ને રેસ્ટોરાં ગણી શકાય એ ખુલાસો વાજબી અને કાયદેસરનું અર્થઘટન છે અને નોટિ. નં. 11/2017નું આ સાચું અર્થઘટન છે, એ પ્રશ્નો સમજવા ખૂબ જરૂરી બને છે.