નશાનો જથ્થો ઝડપાયો:સુરતમાં પાર્સલોની આડમાં રાજસ્થાનથી લક્ઝરી બસમાં લવાયેલા 3 લાખના દારૂ સાથે 3 ઝડપાયા

Views 140

  • સોડા-ગેસ ભરવાના એલ્યુમિનિયમ કેનની આડમાં દારૂ લવાતો હતો.

 Surat Police 3 arrested with liquor worth Rs 3 lakh in luxury bus | સુરતમાં  પાર્સલોની આડમાં રાજસ્થાનથી લક્ઝરી બસમાં લવાયેલા 3 લાખના દારૂ સાથે 3 ઝડપાયા  - Divya Bhaskar
 

સુરતમાં રાજસ્થાનથી લકઝરી બસમાં મોટા પાર્સલો અને સોડા-ગેસ ભરવાના એલ્યુમિનિયમ કેનની આડમાં 2.78 લાખનો વિદેશી દારૂ લઈને આવતા બસના બે ડ્રાઇવર સહિત 3ને પુણા પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગુરુવારે બપોરે પકડી પાડયા છે. પુણા પોલીસે દારૂ, સોડાના 8 મશીનો, લકઝરી બસ મળી13.18 લાખનો મુદામાલ કબજે કર્યો છે. સાવરીયા ટ્રાવેલ્સની બસ હતી. પોલીસે જણાવ્યું કે બસના ડ્રાઇવરને રાજસ્થાનમાં એક વાનના ચાલકે પાર્સલો સુરત મોકલવા માટે આપ્યા હતા અને સુરત પહોંચી વાનના ચાલકે કોલ કરવાનું કહ્યું હતું.

બસ સહિતનો મુદ્દામાલ કબ્જે લેવાયો
સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા ફરતા ફરતા નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે નિયોલ ચેક પોસ્ટ ખાતેથી સાવરીયા નામની લજરી ટ્રાવેલ્સ બસ નં-GJ-14-X-5926 માંથી પ્લાસ્ટીકના મીણીયાના પાર્સલોની આડમા તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમીનીયમના કેનમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનીપુઠાની પેટીઓ નંગ-65 કિ.રૂ-2.73લાખ તથા કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર નંગ-48 કિ.રૂ-5760/- મળી કુલ કિ.રૂ-2.78 લાખનો ઈંગ્લીશ દારૂ તથા મોબાઈલ નંગ-03 કિ.રૂ-40 હજાર તથા લજરી ટ્રાવેલ્સ બસ કિ.રૂ-10 લાખ તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમિનિયમના કેન નંગ-08 સહિતના મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

જે લક્ઝરી બસમાં દારૂ લવાયેલો તેને પોલીસે કબ્જે કરી છે.
                  જે લક્ઝરી બસમાં દારૂ લવાયેલો તેને પોલીસે કબ્જે કરી છે.

 

પકડાયેલા આરોપીઓના નામ
દેવીસિંહ ઉર્ફે સોનુસિંહ ગણપતસિંહ રાઠોડ ઉ.વ-35 રહે-વોર્ડ નં-14, પરબતસર, રાજપુત કોલોની, તા-થાના-પરબતસર જી-નાગોર (રાજસ્થાન)તથા ભગવાનસિંહ ઉર્ફે ટીનુ ઓનારસિહ શેખાવત (રાજપૂત) ઉં.વ-23 રહે ગામ-સેવદારા બોલદાસી રોડ, તા-લક્ષ્મણગઢ થાના નેછવા જી-સિક્કર (રાજસ્થાન) તથા પ્રકાશ શિવભગવાન મેઘવાલ ઉ.વ-25 રહે-ગામ-માવા ગણેશપુરા રોડ, તા-ડીડવાના થાના-મૌલાસર જી-નાગૌર (રાજસ્થાન) વોન્ટેડ આરોપી- દારૂનો જથ્થો મોકલનાર – રાજસ્થાનના રાજસમદ મા શ્રીબાલાજી હોટેલ & ગેસ્ટહાઉસ પાસે આવેલ સફેદ કલરની મારૂતી ઓમની વાનમાં આવેલ એક અજાણ્યો ઈસમ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *