સોનાનો ભાવ ફરીથી ઉંચકાયો
આ સમયે પહોંચશે 50 હજારને પાર!
ચાંદીની કિંમતોમાં પણ થયો વધારો
સોનાના ભાવમાં 11 નવેમ્બર 2021ના રોજ વધારો જોવા મળ્યો હતો. દિલ્હીના સર્રાફા બજારમાં ગુરુવારે ગોલ્ડનો ભાવ 883 રૂપિયા વધ્યો અને 48218 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ચાંદીની કિંમતોએ પણ 1890 રૂપિયાની છલાંગ લગાવી. આંતરરાષ્ટ્રિય સ્તરે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો અને તે 1856 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચ્યો હતો. થોડા દિવસથી સોનાની સાથે ચાંદીની કિંમતો પણ વધી છે. બંને કિંમતી ધાતુઓને રેકોર્ડ હાઈથી નીચે હોવાનો ફાયદો મળી રહ્યો છે.

આ સમયે સોનું થશે 50000 રૂ. ને પાર
જાણકારોનું કહેવું છે કે દિવાળી પર સોનાનું વેચાણ વધ્યું હતું, તહેવારની સીઝન પૂરી થયા બાદ લગ્નની સીઝન શરૂ થઈ રહી છે. દેશમાં લગ્નની સીઝનમાં સોનાની ખરીદી કરાય છે. એવામાં સોના અને ચાંદીની કિંમતની વધતી માંગને સમર્થન મળ્યું છે. સોનું એકવાર ફરી 50000 રૂ./10 ગ્રામની તરફ આગળ વધી રહ્યું છે. ચાંદીના સર્વોચ્ચ સત્રથી લગભગ 15 ટકા સસ્તી હોવાનો ફાયદો પણ મળી રહ્યો છે.
સોનાનો ભાવ 5 મહિનાના ઉચ્ચ સ્તરે

અમેરિકામાં વધતી મોંઘવારીથી સોનાની ચમક વધી છે. સોનાનો ભાવ 5 મહિનાના ઉંચા સ્તરે પહોંચ્યો છે. કોમેક્સ પર સોનું 1860ની નજીક છે. ઘરેલૂ માર્કેટમાં સોનું 50000 રૂ. પ્રતિ 10 ગ્રામ તરફ વધ્યું છે. અમેરિકી બોન્ડનું યીલ્ડ પણ 1.47 ટકાથી વધીને 1.57 ટકા સુધી પહોંચ્યું છે. ભારતમાં દિવાળી બાદ લગ્નના સમયમાં માંગ ઝડપથી વધવાની આશા છે.
દિવાળીએ દેશમાં વેચાયું 45 ટન સોનું
ભારતમાં દિવાળીના તહેવારમાં સોનાનું રેકોર્ડ બ્રેક વેચાણ ખયું છે. દેશમાં કુલ 45 ટન સોનું વેચાયું છે. મળતી માહિતી અનુસાર દિવાળીએ 75000 કરોડના સોનાના ઘરેણા વેચાયા છે. દિલ્હીમાં 9000 કરોડ સોનું વેચાયું છે. પ્રી કોવિડ લેવલથી લગભગ 30-35 ટકાથી વધારે વેચાણ થયું છે. ડિજિટલ હોલ્ડના વેચાણ છેલ્લા 2 વર્ષથી બમણું રહ્યું છે.
ચાંદી 3 મહિનાના ઉચ્ચસ્તરે
ચાંદીનો ભાવ 3 મહિનાના ઉચ્ચસ્તરે છે. સોનું બેસ મેટલ્સમાં વધારાનો ફાયદો ચાંદીને મળ્યો છે. ચાંદીની ઈન્ડસ્ટ્રી ડિમાન્ડમાં મજબૂતી જોવા મળી છે. ફેસ્ટિવલમાં જ્વેલરી સેક્ટરની માંગ વધી છે. અમેરિકામાં ચાંદીના ભાવને સમર્થન મળી રહ્યું છે.