પોખરણમાં વધુ સફળતા, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું સફળ પરીક્ષણ

Views 63

ભારતે રવિવારે સ્વદેશી ગાઈડેડ બોમ્બ-SAAW અને એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું રાજસ્થાનના પોખરણમાં જુદી-જુદી ફાયરીંગ રેન્જમાં સફળ પરીક્ષણ કર્યું. રક્ષા મંત્રાલય અનુસાર ચાંધણ રેન્જમાં વાયુ સેનાના વિમાનથી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વીપનનું સફળ પરીક્ષણ થયુ.
હેલિનાનું પરીક્ષણ તેની સમગ્ર રેન્જમાં કરવામાં આવ્યુ. આ પરીક્ષણ સમગ્ર રીતે સફળ રહ્યુ અને ટેસ્ટ દરમિયાન પોતાના ટારગેટને પ્રાપ્ત કર્યુ. તમામ પેરામીટરને ટેલિમેટરી સ્ટેશન, ટ્રેકિંગ સિસ્ટમ અને હેલિકોપ્ટર દ્વારા માપવામાં આવ્યુ.
મિસાઈલને લોન્ચ કર્યા પહેલા ઈનફ્રેયર્ડ ઈમેજિંગ સીકર દ્વારા ઓપરેટ કરાયુ. આ સૌથી એડવાન્સ એન્ટી ટેન્ક સિસ્ટમ છે. મિશનના લોન્ચ દરમિયાન DRDO, ભારતીય સેનાના અધિકારી હાજર હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *