સુરતના વરાછામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
ચોકલેટ બતાવી મોઢું દબાવી દુષ્કર્મ આચર્યુ
વરાછા પોલીસે આરોપીની અટકાયત કરી

સુરતના વરાછામાં 11 વર્ષની બાળકી સાથે વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીએ ચોકલેટ બતાવી મોઢું દબાવીને દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાની તપાસમાં વરાછા પોલીસે આરોપી સંતોષ ચૌહાણની અટકાયત કરી છે.

પાંડેસરા વિસ્તારમાં પણ બની હતી આવી જ ઘટના
સુરતમાં દિવસે ને દિવસે બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં અઢી વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ મોઢું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ હત્યા કરીને લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી. આ સાથે જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. આ કેસમાં 100થી વધુ પોલીસની 10 ટીમો બાળકીને શોધવા મેદાનમાં ઉતરી હતી. ઘરથી 500 મીટરના અંતરે ઝાડી ઝાંખરામાંથી કોહવાયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ વિકૃત હાલતમાં મળ્યો હતો.
ભરૂચમાં 14 વર્ષની બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભથી જ દીકરીઓ પર જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ હત્યા અને રેપની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. અમદાવાદ, સુરત અને હવે ભરૂચમાં 14 વર્ષની બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ભલરૂચના આમોદમાં સરભાણ ગામની આદિવાસીની દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા રેપ વિથ મર્ડર થયાની આશંકા વ્યક્ત કરાઇ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. પોલીસે મૃતદેહ પર કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. આમોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુન્હો નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. આમોદ પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભરૂચના SP પણ આમોદ ખાતે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.