રાહુલ ગાંધીએ લખ્યો શાહરૂખને પત્ર, સતત રાખી સમાચારો પર નજર 

Views 63

આર્યનને ડ્રગ્સ કેસમાં ફસાયેલો જોઈને રાહુલ ગાંધી હતા પરેશાન

રાહુલ ગાંધીએ લખ્યો હતો શાહરૂખ-ગૌરીને પત્ર

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સના કેસમાં ચર્ચામાં છે. જો કે આ કેસમાં આર્યનને 30 ઓક્ટોબરે જામીન મળી ગયા છે, પરંતુ શાહરૂખ અને ગૌરી હજુ પણ તેમના દીકરા માટે ચિંતિત છે. દરમિયાન એવું જાણવા મળ્યું કે રાહુલ ગાંધીએ ગયા મહિને 14 ઓક્ટોબરે શાહરૂખ ખાન અને ગૌરી ખાનને પત્ર લખ્યો હતો. તેમણે આર્યન ખાનનું ડ્રગ્સ કેસમાં નામ આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી.


રાહુલ ગાંધીએ લખ્યો હતો શાહરૂખ-ગૌરીને પત્ર
માહિતી મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું કે તેઓ દિલગીર છે કે ગૌરી અને શાહરૂખ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કોઈ પણ બાળક આ પ્રકારના વર્તનને પાત્ર નથી. રાહુલ ગાંધીએ શાહરૂખ ખાન માટે એમ પણ લખ્યું હતું કે તેમણે અભિનેતાને લોકો માટે સારું કામ કરતા જોયા છે. ચાહકોની પ્રાર્થના અને શાહરૂખે જેમના માટે જે સારું કામ કર્યું છે, એ તેમની સાથે રહેશે અને દીકરો ટૂંક સમયમાં રિલીઝ થશે. રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે પરિવાર જલ્દી જ એક થઈ જશે.
જણાવી દઈએ કે આર્યન ખાન 28 દિવસ પછી જેલમાંથી બહાર આવી ગયો હતો. કોર્ટની શરતો અનુસાર આર્યન ખાને દર શુક્રવારે સવારે 11-2 વાગ્યાની વચ્ચે NCB ઓફિસમાં રહેવું પડશે. એક લાખની જામીન પર તેને જામીન મળ્યા હતા. આર્યન અન્ય આરોપીઓનો કોઈપણ રીતે સંપર્ક કરી નહીં કરી શકે. આ સિવાય તે દેશ છોડીને નહિ જઈ શકે. આર્યન ખાને પોતાનો પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે. આર્યન પરવાનગી વગર મુંબઈની બહાર પણ નહિ જઈ શકે.

HBN  TNEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *