ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માએ રાહુલ દ્રવિડને રાષ્ટ્રીય ટીમના નવા કોચ તરીકે નિયુક્ત થવા પર અભિનંદન પાઠવ્યા છે. રોહિતે કહ્યું કે ખેલાડીઓ રાહુલ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 48 વર્ષીય દ્રવિડ રવિ શાસ્ત્રીની જગ્યા લેશે. UAEમાં T20 વર્લ્ડ કપ 2021 બાદ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.
ભારતે બુધવારે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. મેચ બાદની પ્રેઝન્ટેશન દરમિયાન રોહિતે કહ્યું કે રાહુલને નવા ફોર્મમાં ટીમ સાથે જોડાતા જોઈને તે ખૂબ જ ખુશ છે. રોહિતે કહ્યું, ‘તેમના પુનરાગમન માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. તે ભારતીય ટીમ સાથે નવી જવાબદારીઓ સાથે જોડાઈ રહ્યા છે. અમે તેમની સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. તે ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી છે અને ભવિષ્યમાં તેની સાથે કામ કરવું ખૂબ જ સારું રહેશે.
વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમશે. ફુલ ટાઈમ કોચ તરીકે દ્રવિડની આ પ્રથમ અસાઈનમેન્ટ હશે. અગાઉ જુલાઈમાં તે શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ સાથે શ્રીલંકા ગયા હતા. ત્યાં ભારતીય ટીમે મર્યાદિત ઓવરોની શ્રેણી રમી હતી. દ્રવિડ અગાઉ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ડાયરેક્ટર હતા. આ પહેલા તે ભારતીય અંડર-19 અને ઈન્ડિયા-A ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.
HBN TV NEWS
