વેપારીઓને ચાંદી ચાંદી:રાજકોટમાં એક જ દિવસમાં 75 કરોડનો વેપાર, બજારોમાં પગ મુકવાની પણ જગ્યા નહીં, બ્યુટી પાર્લરમાં 1થી 25 હજારનું પેકેજ, છતાં 24 કલાકનું વેઇટિંગ

Views 140

ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી- કાંટા રોડ, સોનીબજાર સહિતની બજારો સવારથી સાંજ સુધી ધમધમી રહી છે

વેપારીની અપેક્ષા કરતા બજારમાં બે ગણી ખરીદી, ખરીદીમાં ગ્રાહકોને 20 મિનીટની રાહ જોવી પડે છે.

ગુંદાવાડી બજારમાં આ કોઇ મેળો નહીં પણ દિવાળીની ખરીદી કરવા આવેલા લોકો છે. - Divya Bhaskar
                        ગુંદાવાડી બજારમાં આ કોઇ મેળો નહીં પણ દિવાળીની ખરીદી કરવા આવેલા લોકો છે.

દિવાળી પહેલાના છેલ્લા રવિવારે રાજકોટની ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, બંગડી બજાર, પેલેસ રોડ, કોઠારિયા નાકા, દીવાનપરા મેઈન રોડ સહિતની તમામ બજારોમાં સવારથી જ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. જેમ જેમ દિવસ જતો હતો તેમ તેમ ખરીદી માટે લોકોની સંખ્યા વધી રહી હતી. બ્યુટી પાર્લરમાં 1થી 25 હજારનું પેકેજ છે છતાં 24 કલાકનું વેઈટિંગ છે તો અલગ- અલગ બજારની દુકાનમાં 20-20 મિનિટ સુધી બહાર ઊભા રહેવું પડે છે. બુધવારે દિવાળી હોય આ દિવસે વેપાર નીકળશે તે આશાએ વેપારીઓએ એડવાન્સમાં સ્ટોક કરી લીધો છે. પરતું ગ્રાહકો ખરીદી બે ગણી કરી રહ્યા હોવાથી રવિવારે એક જ દિવસમાં 75 કરોડથી વધુનો વેપાર રાજકોટની બજારોમાં થયો હતો. આથી વેપારીઓને ચાંદી ચાંદ થઇ ગઇ છે.

ખાસ કરીને દરેક પ્રીમિયમ પ્રોડક્ટમાં ડિમાન્ડ વધારે છે
રવિવારે એક જ દિવસમાં રાજકોટની તમામ બજારમાં રૂ.75 કરોડથી વધુ વેપાર થયાનો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. વેપારીઓની અપેક્ષા કરતા બે ગણો વેપાર થયું હોવાનું રાજકોટ હોલસેલ મર્ચન્ટ એસોસિએશનના એડવાઈઝરી કમિટી મેમ્બર બિપીનભાઈ માનસેતાએ જણાવ્યું હતું. ઈલેક્ટ્રોનિક વેપારી રાજુભાઈએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને કારણે લોકોની ખરીદ શક્તિ વધી છે. ખાસ કરીને દરેક પ્રીમિયમ પ્રોડક્ટમાં ડિમાન્ડ વધારે છે. સમયસર ડિલિવરી મળી રહે તે માટે લોકોએ ડિસેમ્બર માસ સુધીના ઓર્ડર અત્યારથી જ બૂક કરાવી લીધા છે. હજુ દિવાળીને આડે ચાર દિવસ બાકી છે. ત્યારે આ ખરીદી વધવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે.

ધર્મેન્દ્ર રોડ પર રવિવારે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવ્યા હતા.
                                   ધર્મેન્દ્ર રોડ પર રવિવારે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવ્યા હતા.

ઈલેક્ટ્રોનિક માર્કેટમાં રૂ. 20 હજારથી લઇને રૂ. 1 લાખ સુધીની ખરીદી
કાપડ, ફૂટવેર, હોમ ડેકોરેશન, ઈલેક્ટ્રિક- ઈલેક્ટ્રોનિક, ખાણીપીણી સહિતની બજારમાં ડિમાન્ડ નીકળી રહી છે. જોકે કેટલાક લોકો પોતાનો વારો સમયસર આવી જાય તે માટે એડવાન્સમાં જ અપોઇન્ટમેન્ટ લઇ લે છે. કાપડ માર્કેટમાં લોકો રૂ. 5 હજારથી લઇને રૂ. 25 હજાર સુધી તો ઈલેક્ટ્રોનિક માર્કેટમાં રૂ. 20 હજારથી લઇને રૂ. 1 લાખ સુધીની ખરીદી કરી રહ્યા છે. તેમજ બ્યુટી પાર્લરમાં રૂ. 1 હજારથી લઇને રૂ.25 હજાર સુધીના પેકેજ પસંદ કરે છે. હજુ બુધવારે ખરીદી નીકળશે તેમ વેપારીઓને આશા છે. હાલ અત્યારે શહેરી વિસ્તારની ખરીદી છે તો દિવાળી બાદ ગ્રામ્ય વિસ્તારની ખરીદી નીકળશે.

બજારમાં પગ ન મુકી શકાય તેટલી જન મેદની ઉમટી.
                                     બજારમાં પગ ન મુકી શકાય તેટલી જન મેદની ઉમટી.
ગુંદાવાડી બજારમાં પણ લોકો ખરીદી કરવા ઉમટ્યા.
                                           ગુંદાવાડી બજારમાં પણ લોકો ખરીદી કરવા ઉમટ્યા.
ગ્રાહકોને ખરીદી કરવામાં 20 મિનીટની રાહ જોવી પડે છે.
                                     ગ્રાહકોને ખરીદી કરવામાં 20 મિનીટની રાહ જોવી પડે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *