પહેલીવાર વર્લ્ડ કપમાં કાશ્મીરી બેટ:જમીન વેચી, ક્રિકેટ રમવા અનેક દેશોમાં ગયા, ICC પાસે તાલીમ લીધી, ત્યારે બેટ બનાવવાની શરતો પૂરી થઈ

Views 135

ઓમાનના ખેલાડીઓએ બેટના વખાણ કર્યા, હવે અનેક દેશો અને રાજ્યોમાંથી માગ

ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બેટ બનાવવા બહારથી કારીગરો લાવવા પડ્યા, ચારથી વધુ દેશમાંથી ઓર્ડર મળ્યા.

ઓમાનના ખેલાડીઓ આ જ બેટથી રમ્યા હતા. - Divya Bhaskar
                                                               ઓમાનના ખેલાડીઓ આ જ બેટથી રમ્યા હતા.

પહેલીવાર કાશ્મીરના કારખાનામાં બનેલા બેટ ટી-20 વર્લ્ડ કપમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ઓમાનના ખેલાડી કાશ્મીરી બેટ લઈને મેદાનમાં ઉતરી રહ્યા છે. આ મુકામ હાંસલ કરવા માટે જીઆર8 સ્પોર્ટ્સના ફૌજુલ કબીરે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. ફૌજુલ કહે છે કે, આ નાનકડી સિદ્ધિ કાશ્મીરની બેટ ઈન્ડસ્ટ્રીની સૂરત બદલી શકે છે. તેનાથી કાશ્મીરના 400થી વધુ કારખાના અને તેમાં કામ કરતા એક લાખ લોકોની આવક વધશે. સાત વર્ષના આ સમગ્ર સંઘર્ષ વિશે જણાવી રહ્યા છે ફૌજુલ કબીર…

હાલના સમયમાં ઈંગ્લેન્ડ પછી ભારતનું કાશ્મીર ક્રિકેટ બેટનું સૌથી મોટું નિકાસકાર છે, પરંતુ કાશ્મીરની 90% નિકાસ કાચા ફિનિશિંગ ધરાવતા બેટની છે. દેશ બહારના કારખાના આ બેટ પર કામ કરીને પોતાની બ્રાન્ડના બેટ ભારે નફો કરીને વેચે છે. તેથી અમે નક્કી કર્યું કે, આપણે પોતાની બ્રાન્ડ બનાવીશું અને તે જ નામે બેટ વેચીશું. તેથી મેં એમબીએ કરીને જમીન વેચી અને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્કોટલેન્ડ સહિત અનેક દેશોના બેટ કારખાનાની મુલાકાત લીધી. ત્યાં મારા બેટ વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટ ઉત્પાદન પ્રક્રિયાની ખામીઓ અને કાશ્મીરી વિલોને લઈને ખોટી ધારણાઓના કારણે વાત ના બની.

આ દેશોની મુલાકાત પછી ખબર પડી કે, આઈસીસીના દિશાનિર્દેશ અને માપદંડ પ્રમાણે બનેલા બેટનો જ ક્રિકેટરો ઉપયોગ કરે છે. કાશ્મીરના લોકો આ વાત જાણતા ન હતા. આઈસીસીના માપદંડો સમજવા માટે અમે આઈસીસી ક્રિકેટ અકાદમીમાં અભ્યાસ કર્યો. પછી આ માપદંડો પ્રમાણે બેટ બનાવવાનું શરૂ કર્યું. તે સ્ટાન્ડર્ડના બેટ બનાવવા બહારથી માસ્ટર કારીગરો લાવવા પડ્યા. માર્કેટિંગ માટે અમે અગ્રણી ટીમોનો સંપર્ક ના કરી શક્યા કારણ કે, તેમની ફી ખૂબ ઊંચી હતી. એટલે ઓમાન, સ્કોટલેન્ડ જેવા નાના દેશોનો સંપર્ક કર્યો. હું પોતે ઓમાન ગયો અને તેમને કાશ્મીરી બેટ પસંદ પડ્યા. અમે તેમની જરૂરિયાત અને પિચ પ્રમાણે બેટ બનાવ્યા. આ રીતે કાશ્મીરના એક નાના કારખાનામાં બનેલા બેટે ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં એન્ટ્રી લીધી. હવે દુનિયાભરના લોકો અમારો સંપર્ક કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશો, ક્લબો તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી અમને ઓર્ડર મળી રહ્યા છે. અમે નવા ઓર્ડરને સમયસર પૂરા કરવા મહેનત કરી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે, અહીં બનેલા બેટ ઈંગ્લિશ વિલોથી ઓછી ગુણવત્તાના નથી, પરંતુ તેની કિંમત બ્રિટીશ બેટ કરતા ત્રીજા ભાગની છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *