ટ્રાફિક સિગ્નલ પર રાહદારીઓ જાતે જ બટન દબાવી ટ્રાફિક રોકી શકશે

Views 134

ગાંધીનગરમાં પુશબટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમ સફળ થશે તો અમદાવાદમાં આવશે

સેફટી કોરિડોર ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત ૧૪ કરોડના ખર્ચે પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગર ખાતે શરૂ થઇ

યુરોપ, અમરિકા, લંડનની જેમ ગાંધીનગરમાં પણ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી રૃ. ૧૪ કરોડના ખર્ચે પુશબટન ફ્લેશિંગ ક્રોસ વોક સિસ્ટમનો પાઇલોટ પ્રોજેક્ટ ડિસેમ્બરમાં શરૃ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સફળ થશે તો તબક્કાવાર અન્ય શહેરોમાં પણ લાગુ કરાશે.
આ અંગે અમદાવાદ ટ્રાફિક જેસીપી મયંક ચાવડાએ જણાવ્યુ કે, ગાંધીનગરમાં આ સિસ્ટમ સફળ થશે તો અમદાવાદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં તે પ્રોજેકટ પર ટ્રાફિક વિભાગ દ્વારા અભ્યાસ ચાલી રહ્યો છે. જેથી રાહદારીઓ જાતે જ એક બટન દબાવીને ટ્રાફિકને અમુક સેકન્ડ સુધી રેડ સિગ્નલ કરીને રસ્તો સરળતાથી ક્રોસ કરી શકશે.
આ સિસ્ટમ સેફટી કોરિડોર ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત ૧૪ કરોડના ખર્ચે પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગર ખાતે શરૃ થઇ રહ્યો છે, જેથી રોડ વિભાગ દ્વારા સર્વે કરીને ચ-૦ થી અમદાવાદને જોડતા રસ્તાઓ પર હાઇટેક થાંભલા પણ ઊભા કરાયા છે. પ્રોજેકટ ગાંધીનગરમાં સફળ થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના રસ્તાઓનો સર્વે કરાશે. જ્યાં સૌથી વધારે ટ્રાફિક હશે તેવા પોઇન્ટો પર આ સિસ્ટમ મૂકવામાં આવશે.
પુશ બટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમ એટલે શું ?
રાહદારીઓ ટ્રાફિકવાળા રસ્તા પર રોડ ક્રોસ કરવા માટે ટ્રાફિક સિગ્નલની લાલ-લીલી લાઇટ થવાની રાહ જોવી પડે છે. ત્યારબાદ જ રોડ ક્રોસ કરી શકીએ છે, પરંતુ પુશબટન ફ્લેશિંગ ક્રોસ વોક સિસ્ટમ લગાવેલું હશે તો એક બટન દબાવીને રાહદારીઓ વાહનોને અટકાવી શકશે. જેવું બટન દબાવશે એટલે જંક્શન પરના સિગ્નલ લાલ થઈ જશે તેમજ અમુક સેકન્ડની મર્યાદામાં રાહદારીઓ રોડ ક્રોસ કરી શકશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *