આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો, જાણો તમારા શહેરમાં કેટલો વધારો થયો

Views 132

ગુજરાતના શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 106ને પાર

ડિઝલનો ભાવ પણ રૂ. 105ને પાર

પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો, ડિઝલના ભાવમાં 37 પૈસાનો વધારોPetrol Diesel Price on 30 Oct Petrol Diesel prices increased again know at  what rate fuel is being available in your city today

પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. જેમા પેટ્રોલના ભાવ 35 પૈસા વધ્યા છે. જ્યારે ડિઝલના ભાવમાં પણ 38 પૈસા વધ્યા છે. જેથી સામાન્ય માણસને ભારે હાંલાકી પડી રહી છે.
પેટ્રોલ-ડિઝલના ભાવમાં દિવસેને દિવસે ભડકો જોવા મળી રહ્યા છે. પેટ્રોલના ભાવ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યું નથી. પેટ્રોલના ભાવમાં આજે ફરી 34 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડિઝલના ભાવમાં પણ 37 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 105.98 રૂપિયા છે. જ્યારે ડિઝલનો ભાવ પણ 105.28 રૂપિયા નોંધાયો છે. વધતા જતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં પણ આજે પેટ્રોલનો ભાવ વધીને રૂ.105.71 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડિઝલનો ભાવ 105.37 રૂપિયા થઇ ગયો છે.
આજે સુરતમાં પણ પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે. સુરતમાં આજે પેટ્રોલનો ભાવ 105.68 રૂપિયા નોંધાયો છે. જ્યારે ડિઝલનો ભાવ 105.66 રૂપિયા નોંધાયો છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલના ભાવ 105.70 અને ડિઝલનો ભાવ રૂ.105.47ને આંબી ગયો છે.
ભાવનગરમાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ ભડકો
સૌથી વધારે ભાવ ભાવનગરમાં જોવા મળ્યા છે. જેમા ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 107.63 રૂપિયા અને ડિઝલનો ભાવ 107.38 રૂપિયા જોવા મળ્યો છે. જામનગરમાં પણ આજે પેટ્રોલનો ભાવ 105.82 રૂપિયા જ્યારે ડિઝલનો ભાવ 105.63 રૂપિયા પર પહોંચી ગયો છે.
આવી રીતે જાણો તમારા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ-ડિઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યાના રોજ અપડેટ થઇ જાય છે. પેટ્રોલ-ડિઝલના ભાવ દરરોજ તમે SMS દ્વારા તમે જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને BPCLના ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તો HPCLના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *