દાદીમાના બગીચામાંથી બાળકોએ સફરજન સમજી ખાઘુ 'મોતનું ફળ'! થોડા જ કલાકોમાં પીડાદાયક અંત

Views 68

આ ઘટના તમારી આંખોમાં આંસુ લાવી દેશે, અહીં બે નિર્દોષ બાળકોએ દાદીના બગીચામાં જઈ સફરજન સમજી અત્યંત ઝેરી (Poisonous Fruit) ફળ ખાઇ ગયા

Poisonous-Fruit.jpg (1200×800)
દુનિયામાં એવા ઘણા ફળો છે જે ખાઈ શકાતા નથી. આ ફળો અતિશય ઝેરી (Poisonous Fruit) હોય છે. જો કોઈ વ્યક્તિ ભૂલથી આ ફળો ખાય તો પણ મૃત્યુ નિશ્ચિત છે. સામાન્ય લોકો વૃક્ષો અને ફળોને સરળતાથી ઓળખી શકતા નથી. જેના લીધે લોકો આકસ્મિક રીતે આ ફળો ખાય છે. હાલમાં જ એક આવો જ કેસ સામે આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. 2 નિર્દોષ બાળકોએ મોતનું ફળ ખાતા (Kids eat poisonous fruit) દુ:ખદ અવસાન થયું છે.
કોલંબિયા (Columbia)ના રિયો ડી ઓરો (Rio de Oro)માં 17 ઓક્ટોબરે એક ઘટના બની હતી, જે ખૂબ દર્દનાક સાબિત થઈ હતી. ડેઇલી સ્ટારના જણાવ્યા અનુસાર, 5 વર્ષીય જોફ્રાન (Jhofran Mathias Gonzalez Chaya) અને તેની 3 વર્ષની બહેન અમાયરા (Amira Jhasley Chaya) તેમની દાદીના ઘરે (Grandmother’s House) ગયા હતા. તેઓ બંને ઘરના બગીચામાં રમી રહ્યા હતા ત્યારે તેઓએ એક નાના ઝાડ પર ફળો જોયા. લાલ રંગના દેખાતા ફળો સફરજન જેવા દેખાતા હતા, તેથી બાળકોને લાગ્યું કે તે સફરજન (Apple) છે અને તેમને તોડીને ખાવાનું શરૂ કર્યું. પરંતુ માસૂમ બાળકોને ખબર નહોતી કે તેઓ ખૂબ ઝેરી ફળો છે. રિપોર્ટ મુજબ છોકરાએ 6 ફળ ખાધા અને છોકરીએ માત્ર 4 ફળ જ ખાઘા હતા. ફળ ખાધાના થોડા કલાકો પછી જ, તેમને ઉલ્ટીઓ થવા લાગી હતી.

બાળકોના માતાપિતાએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ તે વેનેઝુએલામાં રહેતા હોવાથી તેમનો વીમો કોલંબિયામાં ચાલતો ન હતો. જેના કારણે હોસ્પિટલે એડમિટ કરવામાં વિલંબ કર્યો હતો. દરમિયાન બાળકીની તબિયત વધુ ખરાબ થઈ હતી અને તેને તાત્કાલિક આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
માતાપિતા તેમના બાળકને ગુમાવવા માંગતા ન હતા, તેથી તેઓએ પુત્રને કોલંબિયા લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ બાળકને લઈ જતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું પણ મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે, બાળકોએ કોલંબિયાની સ્થાનિક ભાષામાં ‘બોલા દે તોરો’ અથવા ‘હુએવો ડી ટોરો'(‘bola de toro’ કે ‘huevo de toro) નામના થેવેટિયા અહોઈ છોડનું ફળ ખાધું હતું. આ ઘટના બાદ પોલીસ ગામના દરેક ઘરને આ ઝાડનો નાશ કરવા માટે કહી રહી છે.

HBN TV NEWS6983

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *