ગુજરાત પોલીસ નો ગ્રેડ પે વધારવા સરકાર શ્રી ને શોસીયલ મીડિયા થકી રજૂઆત

Views 137

ગુજરાત પોલીસ નો ગ્રેડ પે વધારવા સરકાર શ્રી ને શોસીયલ મીડિયા થકી રજૂઆત

સૌથી વધારે નોકરી નો સમય, જીવ નું જોખમ, પરિવારને સમય ના આપી શકાય, તહેવાર માં પણ રજા નહિ. અન્ય રાજ્યો કરતાં સૌથી ઓછો પગાર અને સૌથી વધારે કામ, આપણા ગુજરાતમાં ક્યારે મળશે પોલીસને ન્યાય સરકાર ક્યારે વધારશે પોલીસ નો ગ્રેડ પે ? શું આજની મોંઘવારીમાં આટલા ગ્રેડ પે થી ઘર ચલાવી શકાય? ગુજરાત માં અન્ય ડિપાર્ટમેન્ટ ના સરકારી કર્મચારીઓને જ્યારે કોઈ અન્યાય થાય ત્યારે તેઓ આંદોલનો કરી ને સરકાર શ્રી ને રજૂઆત કરી પોતાની માગણી સરકાર સમક્ષ રજુ કરી ને પોતાના હક્ક મેળવી લે છે, પરંતુ પોલીસ ની કોઈ પણ માગણી આજ દિવસ સુધી સરકાર શ્રી દ્વારા સ્વીકારવામાં આવતી નથી, પછી ભલે કોંગ્રેસ ની સરકાર હોય કે ભાજપ ની સરકાર હોય પોલીસ ની એકપણ માગણી સરકારે સ્વીકારી નથી, આ પોલીસ ની માંગણી ના સ્વીકારવા પાછળ નુ કારણ એ છે કે પોલીસ શિસ્ત ને વરેલી છે એટલે ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ની જેમ પોલીસ આંદોલન કે ધરણા કરી શકતી નથી, એટલે પોલીસ ની માગણી સરકાર સ્વીકારતી નથી, કહેવત છે ને કે માગ્યા વગર માં પણ ના પીરસે, અન્ય ડિપાર્ટમેન્ટ ને માગવા નો હકક છે એટલે કે અન્ય ડિપાર્ટમેન્ટ ને યુનિયન છે એટલે એ સરકાર શ્રીને આંદોલન કરવાની અને કામ થી અળગા રહેવાની ધમકી આપી પોતાની માગણીઓ પૂરી કરે છે, જ્યારે પોલીસ ને તો માં જ નથી એટલે એટલે કોની પાસે માગવા જાય, સરકાર શ્રી ને શોસીયલ મીડિયા થકી અમારી રજૂઆત છે કે હવે તો એસ.ટી બસ ના ડ્રાઈવર, કંડકટર નો ગ્રેડ પે અમારા કરતા વધારે થઇ ગયો છે, વર્ષો થી પોલીસ નો ગ્રેડ પે 1800 છે જે ધ્યાને લઈને અન્ય ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓ ની સરખામણી માં અમારો ગ્રેડ પે કરી આપવા પોલીસ કર્મચારી ઓની રજૂઆત છે. ગુજરાત પોલીસ ને ન્યાય મળી રહે એવી આશા અને અપેક્ષા સરકાર શ્રી પાસે પોલીસ કર્મચારીઓ રાખી રહ્યા છે
*જય હિન્દ*
*જય જય ગરવી ગુજરાત*
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
 હર હંમેશ સત્ય ની સાથે 
અહેવાલ  જગદીશ સોલંકી
 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *