સાચું કહું આજ જેમનો જન્મદિવસ છે એ એવી વ્યક્તિ છે કે જેની ઉપર અત્યાર ના ભારત વર્ષ ને ગર્વ છે.એમ પણ સાહસ અને બુલંદ વ્યક્તિત્વ.અઢાર કલાક કામ કરવાની એમની આદત.એવી કેટલી બધી બાબતો તમને એ વ્યક્તિ ની અંદર જોવા મળશે કે જેની કલ્પના જ કરીએ ત્યાં તો એ વ્યક્તિ એ બાબત ને મૂર્તિમંત કરી નાખે.અદમ્ય ઇચ્છા શક્તિ,અદ્ભૂત સમર્પણ,ત્વરિત નિર્ણયશક્તિ .કેટલી અઘરી બાબતો ના નિર્ણયો એ વ્યક્તિ સહજ ભાવે કરી દેખાડે છે ને.
સેવા માં ઝંપ લગાવી કેવી?નહિતર વેપારી લોહી?એને શુ જરૂર હતી?
ખરેખર એને આ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે.માતૃભૂમિ ખાતે કંઇક કરી નાખવાનો ખંત છે.સતત ને સતત મોનીટરીંગ કરી શકશો કે કેટલી દોડધામ?કેટલા બધા ગતિભેર કાર્યો.
ખરેખર એ “ચેલેન્જર”અને”ચેન્જર”જ હોય.
રાશિ ચક્ર ની પ્રથમ રાશિ મેષ છે જે અગ્રેસર જ છે.એવા શ્રી અમિતભાઇ અનિલચંદ્ર શાહ સાહેબકે જે ભારત ના ગૃહમંત્રી છે એમનો જન્મદિવસ હોય ત્યારે દરેક દિલ,દિમાગ કે ભારતવાસી ના મન નો સહજ ઉદગાર જ હોય કે”બાર બાર દિન યે આએ… તુમ ઝીઓ હજારો સાલ”
“નથી મફત માં મળતા એના મુલ ચૂકવવા પડતા”બહુજ અઘરું છે :ભાઈ ઓ :
એમના મતદારો ને મળજો,ખ્યાલ આવશે કેટલો પ્રેમ એમને કરે છે નથી,સામે તેઓ પણ પોતાના દેશ માટે કેટલું કરે છે તે એ દેશ વાસીઓ જાણે છે.
કોઈ પ્રેમિકા એના પ્રેમી ને “I love you”કહે છે એ શબ્દો શ્રી અમિતભાઇ હમેશા કહે છે”I love INDIA”
તો એવા અમિતભાઇ ને “લોહપુરુષ”ની પરખ પણ મળી છે.એમની હિંમત લાજવાબ છે,એમની વફાદારી અપ્રતિમ છે.એમના દાદા”ગોકળ ચંદ”બહુ ધર્મીષ્ઠ હતા.ગરીબો ને રોજ “અનાજ ના દાન”ની પ્રેકટીસ પાંચ વર્ષ ની ઉંમરે એ દાદુ”એ આ વ્યક્તિ ને બાળક અવસ્થા માં સંસ્કાર રેડયા હતા,જે “શેઠ”માટે શ્રી સઘુવીર ચૌધરી દ્વારા શરૂઆત ની એક નવલિકા”શેઠ”લખવામાં આવી હતી.કરુણા ,સહિષ્ણુતા ના સંસ્કાર એમને આનુવંશિક મળેલા છે.તાજેતર માં એમના વતન માણસા ખાતે”માં ભગવતી બાલા બહુચર માતાજી ની ચર પ્રાણપ્રતિષ્ઠા ના મહોત્સવ માં આ મહાપુરુષ ની અપ્રતિમ ભક્તિ ના પ્રત્યક્ષ દર્શન નો લાભ મળ્યો.પુત્ર જય તેમજ પુત્રવધુ રિશીકા તેમજ પૌત્રી સમેત, સર્વ બહેનો તેમજ સર્વ ભાઈઓ,મિત્રો તેમજ અનેક અડોશ પડોશી ની હાજરી માં ભવ્યતીત “ઉત્સવ”નું નજરાણું દ્રષ્ટિ ગોચર થયું.
એમના દીર્ઘ આયુષ્ય તેમજ શુભ આશયો દ્વારા અનેક”ભૂદેવો”દ્વારા અપ્રતિમ આશીર્વાદ ની તેમજ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.શ્રી અમિતભાઇ અનિલચંદ્ર ગોકળચંદ પરિવાર ને “માં”ઉપર અનન્ય શ્રદ્ધા તેમજ ભક્તિભાવ રહેલા છે.માં રાજ રાજેશ્વરી પણ કૃપાળુ છે,ઉત્તમ દયા દ્વારા એક નાનકડા ગામ કે જે તાલુકા પ્લેસ છે ત્યાંથી પ્રગતિ કરી “માં ભરતી”ને એક”વજનદાર”વ્યક્તિત્વ આપનાર એ માણસા ની ભૂમિ ને પણ “શત શત કોટી વંદન”
એમના ધર્મ પત્ની સોનલબેન પણ અત્યંત શ્રદ્ધાળુ છે.શ્રી અમિતભાઇ નું બૃહદ મિત્રવૃંદ માં રહેલી તેમજ મતદારો માં રહેલી એમની લોક ચાહના નો જુવાળ એમના ઉત્તમ સ્વભાવ તેમજ સહજ પ્રજા વત્સલ ગુણ ને કારણે જ છે.
એવા અમિતભાઇ શાહ ને આજ “નૂતન જન્મદિન”ની અનંતઆનંત શુભેચ્છાઓ
સ્વામી શ્રી અતુલઆનંદ
જન્મદિવસ છે એ એવી વ્યક્તિ છે કે જેની ઉપર અત્યાર ના ભારત વર્ષ ને ગર્વ છે.એમ પણ સાહસ અને બુલંદ વ્યક્તિત્વ
Views 61