12 નક્સલીને મારનારા ખેરાલુના જવાનનું સન્માન

Views 61

મહેસાણા,તા.17 ઓગસ્ટ 2018, શુક્રવાર
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામના સીઆરપીએફના એએસઆઈએ ભારતના જુદાજુદા ક્ષેત્રોમાં ફરજ બજાવી નક્સલવાદી એરીયામાં સારી કામગીરી બજાવવા બદલ પ્રશસ્તિપત્ર અને શિલ્ડ અર્પણ કરી કામગીરી બિરદાવવામાં આવી છે. સીઆરપીએફ કમાન્ડન્ટ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામના યુવક મહેશ કે.પરમાર ૨૮ વર્ષ પહેલા સીઆરપીએફમાં દેશસેવા માટે જોડાયા હતા તેમણે સીઆરપીએફની જુદીજુદી બટાલીયનો બદલી થઈ પંજાબ, દિલ્હી, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર, અમદાવાદ સહિત વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી છે. ત્યારબાદ છત્તીસગઢમાં નક્સલવાદી વિસ્તારમાં એએસઆઈ તરીકે વિરતાપૂર્વક સારી કામગીરી બજાવી હતી. તાજેતરમાં ૮૫ સીઆરપીએફ બટાલીયનના કમાન્ડન્ટ સુધીરકુમારની રાહબરી હેઠળ ૨૦૧૭ ઓપરેશનમાં ૧૨ નક્સલીઓનો ખાતમો કરાયો હતો. જેમની સારી કામગીરીને બિરદાવી પ્રશસ્તિપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં મહેશકુમાર ૧૯૦ બટાલીયન ઝારખંડ રાજ્યના ચત્રા જિલ્લાના પ્રતાપપુરમાં ફરજ બજાવી રહ્યા છે. આ જવાનના પિતા કે.વી.પરમાર પણ ગુજરાત પોલીસમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *