કેરાલા માટે 500 કરોડની સહાયની મોદીની જાહેરાત

Views 68

કેરાલામાં આવેલા સદીના સૌથી મોટા જળ પ્રલયના પગલે 324 લોકોના મોત નીપજ્યા છે.દરમિયાન કેરાલાની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ 500 કરોડ રુપિયાની મદદની જાહેરાત કરી છે.
વડાપ્રધાને આજે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોનુ હવાઈ સર્વેક્ષણ કર્યુ હતુ.એ પછી મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.વરસાદના કારણે કેરાલામાં 20000 કરોડ રુપિયાનુ નુકસાન થયુ હોવાનો અંદાજ છે.કેરાલા સરકારે કેન્દ્ર સરકાર પાસે 2000 કરોડની સહાયતા માંગી હતી.
કેરાલામાં 2 લાખ કરતા વધારે લોકો હાલમાં રાહત છાવણીમાં છે.14માંથી 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.પીએમ મોદી શુક્રવારે રાતે જ કોચી પહોંચી ગયા હતા.ખરાબ હવામાનના કારણે તેમનુ હવાઈ સર્વેક્ષણ પણ એક તબક્કે મોકુફ રાખવુ પડ્યુ હતુ.
પૂરના કારણે બરબાદ થયેલા કેરાલામાં લોકો ઘરોની છતો પર ચઢીને મદદની રાહ જોઈ રહ્યા છે.વાયુસેના દ્વારા ફસાયેલા લોકોને ઉગારવાની કામગીરી ચાલી રહી છે.અત્યાર સુધીમાં 82000 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.જેમાંથી 71000 લોકો તો માત્ર એર્નાકુલમ જિલ્લાના હતા.
બચાવ કામગીરી માટે નેવીની 46, એરફોર્સની 13 અને આર્મીની 18 ટીમોની સાથે એનડીઆરએફની 21 અને કોસ્ટ ગાર્ડની 16 ટીમો જોડાઈ છે.
બીજી તરફ હવે વિવિધ રાજ્યો પણ કેરાલાની મદદ માટે આગળ આવી રહ્યા છે.યુનાઈટેડ આરબ અમિરાતે પણ કેરાલા માટે મદદનો હાથ લંબાવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *