ત્રીજી ટેસ્ટ:ભારત માટે શ્રેણી બચાવવાનો પડકાર, પંતનો થઇ શકે સમાવેશ

Views 58

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં રમાશે. ભારત પાંચ મેચની સિરીઝમાં શરૂઆતના બન્ને મુકાબલા હારી ગયુ છે. એવામાં જો તેને સિરીઝમાં બન્યા રહેવુ છે તો તેને કોઇ પણ ભોગે આ મેચ જીતવી પડશે. આ મેદાનની વાત કરીએ તો અહીં ભારતનો રેકોર્ડ સારો નથી રહ્યો. ભારતે છમાંથી બે ટેસ્ટ મેચ હારી છે જ્યારે ત્રણ ટેસ્ટ મેચ ડ્રો થઇ છે. 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટન્સીમાં માત્ર એક વખત જ અહીં ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે.

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે અંતિમ વખત આ મેદાન પર 2014માં ટેસ્ટ મેચ રમાઇ હતી. જે ડ્રો થઇ હતી. જોકે, ત્યારની અને અત્યારની પિચ અલગ દેખાઇ રહી છે. ભારતે તે સમયે પ્રથમ ઇનિંગ 457 રન અને બીજી ઇનિંગ 9 વિકેટે 391 રને ડિલકરે કરી હતી જ્યારે ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 496 રન બનાવ્યા હતા.
સેમ કર્રન બહાર, સ્ટોક્સની વાપસી: ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. મારપીટ મામલે કોર્ટમાંછી છુટ્યા બાદ બેન સ્ટોક્સની વાપસી થઇ છે. સ્ટોક્સને સેમ કર્રનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સેમ બર્મિંગહામમાં રમાયેલા પ્રથમ મુકાબલામાં મેન ઓફ ધ મેચ બન્યો હતો. જેને કારણે ઇંગ્લેન્ડના પસંદગીકારોનો આ નિર્ણય ચોકાવનારો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન પસ સસ્પેન્સ: ભારતે હજુ પોતાની અંતિમ ઇલેવનની જાહેરાત નથી કરી. જોકે, રિષભ પંતનું ટેસ્ટ ડેબ્યૂ નક્કી લાગી રહ્યું છે. તે દિનેશ કાર્તિકની જગ્યા લઇ શકે છે. સાથે જ જો પિચ પણ ફાસ્ટ બોલરોને મદદગાર સાબિત થઇ તો ભારત છ બેટ્સમેનો સાથે ઉતરી શકે છે. એવામાં કરૂણ નાયરની અંતિમ ઇલેવનમાં વાપસીની સંભાવના દેખાઇ રહી છે.
અંતિમ ઇલેવનમાં નવા ચહેરાની આશા: પ્રથમ 2 મેચમાં ભારતીય બેટિંગ લાઇન અપ નિષ્ફળ રહી હતી જેને કારણે ત્રીજી મેચમાં વિરાટ કોહલી અંતિમ-11માં બદલાવ કરી નવા ચહેરાને સામેલ કરી શકે છે. વિરાટ કોહલીને બીજી મેચમાં પીઠ દર્દ હતું. તે ચોથા દિવસે ફિલ્ડિંગ કરકવા પણ નહતો ઉતર્યો. જોકે, બેટિંગ કરી હતી. વિરાટ કોહલી જો ઇજામાંથી બહાર ના આવી શક્યો તો ભારતને મોટો ફટકો પડી શકે છે.
બન્ને સંભવિત ટીમ આ રીતે છે:
ઇંગ્લેન્ડ: જો રૂટ, એલિસ્ટર કુક, કિટોન જેનિંગ્સ, ઓલી પોપ, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, કરૂણ નાયર, આર.અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *