ગાંધીનગરમાં રૂપાલની પલ્લી-મેળો યોજાશે કે નહીં? મળ્યા ખુશખબર 

Views 136

 

નવરાત્રિમાં નોમના દિવસે રૂપાલની પલ્લી યોજાય છે.
વર્ષોથી ચાલતી પરંપરા જાળવવા નીકળશે પલ્લી
જિલ્લા પોલીસવડાના નેજા હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


ગાંધીનગરના રૂપાલ ગામે આ વર્ષે પણ કોરોના નિયમો સાથે માત્ર ગામના લોકોની હાજરીમાં દેશ-વિદેશમાં ખ્યાતનામ પલ્લી નીકળશે. પાંડવોના સમયથી ચાલી આવતી આ પરંપરા જળવાઇ રહે તે હેતુથી મંજુરી આપવામાં આવી છે. પાંડવોના સમયથી આ પલ્લી અહીં કાઢવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ 400 લોકોની મર્યાદામાં અને માત્ર ગામના લોકોની હાજરીમાં પલ્લી કાઢવામાં આવશે. બહારના લોકોને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જિલ્લા પોલીસવડાના નેજા હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..
અત્રે નોંધનીય છે કે, કોરોના મહામારીમાં ગત વર્ષે માત્ર લિમિટેડ સંખ્યામા જ રૂપાલની પલ્લી કાઢવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા બહારના લોકોને પલ્લીમાં ન આવવા માટે અપીલ કરવામાં આવી છે.
નવરાત્રિની નોમના દિવસે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળતી હોય છે. માતાજીની પલ્લીમાં ઘી ચડાવવાનો રિવાજ છે. જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. નોંધનીય છે કે આ પલ્લીમાં લાખો શ્રદ્દાળુઓ ભાગ લે છે. ગાંધીનગરના રૂપાલમાં દર નવરાત્રિના નવમા નોરતે યોજાતી ‘મા’ વરદાયિનીની પલ્લી મર્યાદીત લોકોની હાજરીમાં થશે.

પલ્લીનો મેળો: રૂપાલમાં ઘીની નદીઓ વહી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ - Gujarat  ExclusiveGujarat Exclusive

શું છે પલ્લીનું મહત્ત્વ

ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ-9 નોમનાં દિવસે સોમવારે સુપ્રસિદ્ધ વરદાયિની માતાની ભવ્યાતિભવ્ય પલ્લીનો કાર્યક્રમ યોજાય છે. રૂપાલમાં વરદાયિની માતાના જયઘોષની સાથે શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કરે છે, જેને કારણે ગામની શેરીઓમાં જાણે ઘીની નદીઓ વહેતી થતી હોય છે.
ધાર્મિક મહત્ત્વની દ્રષ્ટિએ જોઇએ તો, સૃષ્ટિનાં પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આથી બ્રહ્માજી શ્રી વરદાયિની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરૂપે શરણે આવેલા બ્રહ્માજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમ માટે નિવાસ કર્યો.
માતાજીની પલ્લીનો ઈતિહાસ રસપ્રદ
પાંડવોએ ગુપ્ત વાસ સમયે પલ્લીની શરુઆત કરી હતી. એ સમયે બનાવેલ સોનાની પલ્લી હવે લાકડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે આખી પલ્લી નવી બનાવવામાં આવે છે જેમા ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નથી થતો.
મદિરની બનતી આ પલ્લી પણ સામાજીક સમરસતાનુ પ્રતિક છે. ગામના તમામ સમાજના લોકો આ પલ્લી બનાવા માટે કામ કરે છે. વહેલી સવારથી પલ્લી બનાવવાની શરુઆત થાય છે જે રાતે પલ્લી તૈયાર થાય છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *