હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણ દિવસ આજે અને 18-19 ઓગસ્ટે ગુજરાત મધ્યમથી અતિભારે વરસાદ થશે. આગાહી વચ્ચે આજે વહેલી સવારે 5 વાગ્યે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.
અનેક સ્થળે માર્ગો પર પાણી ફરી વળ્યા
શહેરના અનેક વિસ્તારોમાં દે ધનાધન વરસાદને પગલે ગોતા, દૂધેશ્વર, સરસપુર, જૂના વાડજ, રખિયાલના નીચાણવાલા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તો શહેરના અનેક વિસ્તારોના માર્ગો પાણી પાણી થઈ જતાં વાહન ધીમેધીમે પસાર કરવા લોકો મજબૂર બન્યા હતા. લોકોને બાઈક અને સ્કૂટર જેવા વાહનોમાં બહાર નીકળતા ડર લાગી રહ્યો છે. વરસાદમાં વાહન બંધ પડે તેવી નોબત ન આવે તે માટે પણ લોકો ઘરબહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
અમદાવાદમાં સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Views 62