કેડિલા હેલ્થકેરમાં LICનો હિસ્સો હવે વધી 5.68 ટકા પર પહોંચ્યો

Views 108

જૂન ક્વાર્ટરના અંતે 3.63 ક્વાર્ટર પર જોવા મળ્યો : ગયા ક્વાર્ટરમાં 2.05 ટકાની વૃદ્ધિ

જૂન ક્વાર્ટરના અંતે એલઆઈસી કેડિલા હેલ્થકેરમાં 3.63 ટકા હિસ્સો ધરાવતી હતી.

એલઆઈસી સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરથી કંપનીમાં હિસ્સો વધારી રહી છે. 

જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની લાઈફ્ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)એ અમદાવાદ સ્થિત ફર્માસ્યૂટિકલ કંપની કેડિલા હેલ્થકેરના શેર્સમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન નોંધપાત્ર ખરીદી દર્શાવી હતી. જેની પાછળ કંપનીમાં તેનો હિસ્સો વધીને 5.68 ટકાના સ્તરે પહોંચ્યો હતો. જે પ્રમોટર્સ બાદ કોઈપણ સંસ્થા પાસેનો કંપનીનો સૌથી મોટો હિસ્સો છે. કંપનીમાં પ્રમોટર્સ 74.88 ટકા હિસ્સો ધરાવે છે.
જેમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેણે વધુ 2.05 ટકા ઉમેરો કર્યો હતો. આમ કુલ હિસ્સો 5.68 ટકા પર પહોંચ્યો હતો. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફ્ંડ્સે કંપનીમાં તેમનો હિસ્સો 5.83 ટકા પરથી ઘટાડી 4.79 કર્યો હતો. આમ એલઆઈસી પાસે મ્યુચ્યુઅલ ફ્ંડ્સ કરતાં પણ ઊંચો હિસ્સો જોવા મળતો હતો. વિદેશી રોકાણકારોનું કંપનીમાં હોલ્ડિંગ પણ જૂન ક્વાર્ટર અંતે જોવા મળતાં 4.65 ટકા પરના સ્તરેથી ઘટી 4.11 ટકા પર જોવા મળ્યું હતું. સપ્ટેમ્બર 2020ના અંતે કેડિલા હેલ્થકેરમાં એલઆઈસીનો હિસ્સો 3.17 ટકા પર હતો. રિટેલ ઈન્વેસ્ટર્સના હિસ્સામાં પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી અને જૂન ક્વાર્ટરના 6.31 ટકાના સ્તરેથી સુધરી 6.53 ટકા પર જોવા મળ્યો હતો. જોકે એચએનઆઈ રોકાણકારોનો હિસ્સો ૧ ટકા પરથી ઘટી 0.85 ટકા પર રહ્યો હતો.
એલઆઈસીએ કંપનીમાં નોંધપાત્ર હિસ્સો ખરીદ્યાં છતાં કંપનીનો શેર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પોઝિટિવ પર્ફોર્મન્સ દર્શાવી શક્યો નહોતો. એપ્રિલ મહિનાની શરૃઆતથી જૂન મહિનાની આખર સુધીમાં તેણે ૫૨ ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જે દરમિયાન શેરનો ભાવ રૃ. 441.8 પરથી સુધરી રૃ. 673.70ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. જોકે બીજા ક્વાર્ટર દરમિયાન અન્ય ફર્મા શેર્સ સાથે કેડિલા હેલ્થકેરના શેર પર પણ દબાણ જોવા મળ્યું હતું અને તેણે 14 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. 12 મેના રોજ કંપનીની કોવિડ વેક્સિનની ધારણા પાછળ શેરે રૃ. 673.70ની ટોચ દર્શાવી હતી. જોકે ત્યારબાદ તે ઘસાતો રહ્યો હતો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *