પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું 77 વર્ષની વયે નિધન

Views 71

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અજીત વાડેકરનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઇના જસલોકમાં છેલ્લાં શ્વાસ લીધા. આપને જણાવી દઇએ કે વાડેકરની ગણતરી ભારતના સૌથી સફલ કેપ્ટનોમાં થાય છે.
અજીત વાડેકરનો જન્મ 1 એપ્રિલ 1941ના રોજ મુંબઇમાં થયો હતો. વાડેકર એ 1966 થી 1974 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા. તેમણે ક્રિકેટની શરૂઆત 1958માં કરી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત 1966માં કરી હતી.
તેમના પરિવારમાં પત્ની રેખા અને બે દીકરા અને એક દીકરી છે. વાડેકરની ગણતરી ભારતના સફળ કેપ્ટનોમાં થાય છે. તેમની આંતરરાષ્ટ્રીય કેરિયર 8 વર્ષની રહી.
અજીત વાડેકર વન-ડે ક્રિકેટના પહેલાં કેપ્ટન હતા. તેઓ જો કે બે મેચ જ મેચ રમ્યા. વાડેકર 1990ના દાયકામાં મોહમ્મદ અઝરૂદ્દીનની કેપ્ટનશીપ દરમ્યાન ભારતીય ટીમના મેનેજર પણ રહ્યા હતા. તેઓ બાદમાં પસંદગી સમિતિના અધ્યક્ષ પણ રહ્યાં.
સ્થાનિક ક્રિકેટમાં પણ તેમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. તેમણે 1966-67ની રણજી ટ્રોફી મેચમાં 323નો સર્વશ્રેષ્ઠ સ્કોર મૈસૂરના વિરૂદ્ધ બનાવ્યો હતો. વાડેકરે કુલ 18 દિલીપ ટ્રોફી મેચ રમ્યા જેમાં 6માં તેઓ વેસ્ટ ઝોનનો કેપ્ટન રહ્યા. તેમણે 6 વખત મુંબઇ ટીમની કેપ્ટનશીપ પણ કરી. વાડેકરે ઇંગ્લેન્ડમાં 1967માં કાઉન્ટી મેચોમાં 835 રન બનાવ્યા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *