IPL 2021:સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે IPL છોડવાનો નિર્ણય લીધો; આ કારણે છોડ્યો પંજાબ કિંગ્સનો સાથ

Views 76

સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ આઈપીએલમાંથી બહાર થઈ ગયો

પંજાબ કિંગ્સ (PBKS)ને મોટો ઝટકો લાગ્યો છે. આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા ટીમના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ આઈપીએલ2021 થી બહાર થઈ ગયા છે. બાયો-બબલ થાકને કારણે થાકને કારણે તેણે IPL માંથી બહાર જવાનો નિર્ણય કર્યો છે. ગેલ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021) રમ્યા બાદ તે સીધો IPLમાં ભાગ લેવા માટે UAE આવ્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના બીજા તબક્કામાં માત્ર બે મેચ રમ્યા બાદ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે ટુર્નામેન્ટમાંથી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. ગુરુવારે આઈપીએલ ટીમ બબલને છોડીને પોતાના દેશમાં પરત ફરવાની જાણકારી તેણે ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી. સતત બબલથી બબલમાં મુસાફરી કરતા ગેલ માનસિક રીતે થાક અને ટી 20 વર્લ્ડકપ માટે પોતાને ફ્રેશ રાખવા માટે આ નિર્ણય લીધો છે.

ગુરુવારે પંજાબ કિંગ્સે આ બાબતની જાણકારી આપી હતી કે ટીમમાં અનુભવી બેટ્સમેન ગેલ હવે આગળની મેચમાં નથી. બાયો બબલના થાકને કારણે તેણે આ ટુર્નામેન્ટને વચ્ચે જ છોડીને ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો છે. ગેલ આગામી મહીને UAE અને ઓમાનમાં યોજનારા ICC T-20 વર્લ્ડ કપમાં વેસ્ટઈન્ડિઝ ટિમ તરફથી રમવા માટે મેદાનમાં ઉતરવાનો હતો

ગેલ સતત એક બબલથી બીજા બાબલમાં મુસાફરીને કારણે થાક અનુભવી રહ્યો હતો અને તેના કારણે તેણે થોડા દિવસો માટે ઘરે પરિવાર સાથે આરામ કરવાનો નિર્ણય લીધો. તેઓએ હાલમાં જ સમાપ્ત થયેલ કેરેબિયન પ્રીમિયર લીગ બબલથી IPL બબલમાં પ્રવેશ કર્યો હતો. કોરોના પ્રોટોકોલ હેઠળ, ટીમના તમામ ખેલાડીઓએ કડક નિયમોનું પાલન કરવું પડશે.

ગેલે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, ‘છેલ્લા કેટલાક મહીનાથી હું બાયો બબલનો ભાગ રહ્યો છું. પહેલા CWI ત્યારબાદ CPL અને પછી મેં IPLની બબલમાં પ્રવેશ કર્યો. હું માનસિક રીતે થોડો તૈયાર થઈને પોતાને સુવ્યવસ્થિત કરવા માંગુ છું. હું વેસ્ટઈન્ડિઝની ટીમની ટી-20 વર્લ્ડ કપમાં મદદ કરવા માટે દ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું અને આ જ કારણે હું દુબઈથી એક એક નાનો બ્રેક લઈને જઇ રહ્યો છું. હું પંજાબ કિંગ્સનો ખુબજ આભાર વ્યક્ત કરવા માંગીશ જેણે મને આ બ્રેક લેવા માટેની મંજૂરી આપી. મારી પ્રાર્થના અને આશા હંમેશા ટીમની સાથે એવી જ બની રહેશે. ટુર્નામેન્ટમાં આગળ મુકાબલા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *