IPLથી કિસ્મત ચમકી: એક સમયે હતા ખાવાના ફાંફાં, RRની ટીમે કરોડોમાં ખરીદ્યો

Views 245

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણા ખેલાડીઓની કિસ્મત બદલાઇ છે, તેમાથી જ એક ભારતીય યુવા ક્રિકેટર યશસ્વી જાયસવાલ છે. ઘરેલુ ક્રિકેટમાં માત્ર 17 વર્ષની ઉંમરમાં યુથ વન-ડે મેચોમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જાયસવાલે સખત મહેનત બાદ મોટી સફળતા હાંસલ કરી. યશસ્વી જાયસવાલ એક સમયે પેટનો ખાડો ભરવા માટે મુંબઇમાં પાણીપુરી વેચતો હતો. આજે યશસ્વી જાયસવાલ રાજસ્થાન રૉયલ માટે IPLમાં રમે છે અને એક સિઝન માટે 2.4 કરોડ રૂપિયા વસુલે છે.

અંડર-19 વર્લ્ડકપ 2020 દરમિયાન યશસ્વી જાયસવાલનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. યશસ્વી જાયસવાલના સંઘર્ષની કહાની ખુબ જ ઓછા લોકોને ખબર છે. યશસ્વી જાયસવાલ મુંબઇના આઝાદ મેદાનની બહાર પાણીપુર વેચતો હતો. યશસ્વીએ પોતાની ટ્રેનિંગ દરમિયાન ટેંટમાં રહેતો હતો, પરંતુ તેનામાં સફળતા પ્રાપ્ત કરવાનો જુસ્સો હતો. યશસ્વી જાયસવાલે અંડર-19 વર્લ્ડકપ 2020માં 400 રન બનાવ્યા હતા.જેમા એક સદી અને 4 અડધી સદી સામેલ હતી.

યશસ્વી જાયસવાલને પોતાની આ રમત માટે મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ મળ્યો હતો. વર્ષ 2020ની આઇપીએલ નીલામી દરમિયાન રાજસ્થાન રૉયલ્સે જાયસવાલને 2.4 કરોડ રૂપિયાની ભારે રકમમાં ખરીદ્યો હતો. યશસ્વી જાયસવાલનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે વિજય હજારે ટ્રોફીની એક મેચમાં ઝારખંડ વિરૂદ્ધ 154 બોલમાં 203 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. જણાવી દઇએ કે, ઉત્તરપ્રદેશના ભદોહીના રહેવાસી યશસ્વીનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું છે. માત્ર 11 વર્ષની ઉંમરમાં ક્રિકેટર બનવાનું સપનું લઇ જાયસ્વાલ મુંબઇ આવ્યો હતો.

 
IPLએ બનાવ્યો કરોડપતિ

 
યશસ્વી પોતાના જીવનનિર્વાહ માટે આઝાદ મેદાનમાં રામલીલા દરમિયાન પાણીપુરી અને ફળ વેચતો હતો. એવા પણ દિવસો હતા જ્યારે તેને ખાલી પેટ ઊંઘવું પડતુ હતું. યશસ્વી એક ડેરીમાં કામ કરવા લાગ્યો પરંતુ ડેરીવાળાએ એક દિવસ તેને નીકાળી દીધો. જે પછી એક ક્લબ તેની મદદ આવી પરંતુ શરત રાખી કે તે સારૂ રમશે તો જ તેને ટેંટમાં સૂવા મળશે. ટેંટમાં રહેતા સમયે યશસ્વીનું કામ રોટલી બનાવવાનું હતું. અહિંયા તેને બપોર અને સાંજનું જમવાનું પણ મળતું હતું. ર
આઝાદ મેદાનમાં યોજાનાર મેચો દરમિયાન મોટા ભાગે બોલ ગુમ થતો હતો અને બોલને શોધીને લાવવા પર યશસ્વીને થોડા રૂપિયા મળતા હતા. આઝાદ મેદાનમાં એક દિવસ યશસ્વી રમતો હતો, તો તેના પર કોટ જ્વાલા સિંહની નજર પડી. જ્વાલા સિંહની કોચિંગમાં યશસ્વીના ટેલેન્ટમાં એટલો નિખાર આવ્યો કે તે એક સારો ક્રિકેટર બની ગયો. યશસ્વી પણ જ્વાલા સિંહના વખાણ કરતા થોકતો નથી,‘હું તેમને દત્તક લીધેલો પુત્ર છું. મને અહીં લાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.’

HBN TV NEWS

 
 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *