કોકાકોલા પીવું ૨૨ વર્ષના એક યુવાનને મોંઘું પડી ગયું. તેણે ગરમીથી રાહત મેળવવા માટે માત્ર ૧૦ મિનિટમાં ૧.૫ લિટર કોકાકોલા ગટગટાવી લીધું. પાંચ-છ કલાક પછી તેને પેટમાં ભયાનક દુખાવો શરૃ થઈ ગયો. તેનું પેટ ફૂલી ગયું. તરત જ તેના ફેમિલી ડોક્ટરે તેને હોસ્પિટલ ભેગો કરી દીધો.
યુવાન જ્યારે હોસ્પિટલ પહોંચ્યો તો તેના હૃદયના ધબકારા ખૂબ વધી ગયા હતા. બ્લડપ્રેશર ખૂબ ઓછું થઈ ગયું હતું અને તે ધમણની જેમ શ્વાસ લઈ રહ્યો હતો. ડોક્ટરોએ તેની મેડિકલ હિસ્ટ્રી તપાસી તો તેને આ અગાઉ કોઈ જાતનો ગંભીર રોગ થયો નહોતો. ડોક્ટરોએ સ્કેન કર્યું તો ખબર પડી કે તેના આંતરડાની દીવાલો સૂજી ગઈ હતી અને તેને કારણે લિવરને લોહી પહોંચાડતી નળી દબાઈ ગઈ હતી.
યુવકના આંતરડામાંથી અને પેટમાંથી ગેસ દૂર કરવા ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી, પરંતુ ૬ કલાક પછી તે મૃત્યુ પામ્યો હતો. તેના લિવરને લોહી પહોંચાડનારી નળી દબાઈ જતાં ત્યાં લોહી પહોંચતું નહોતું. લોહી ન પહોંચવાથી ઓક્સિજન મળતો નહોતો. ઓક્સિજન વગર લિવરનો એક પછી એક ભાગ કામ કરતો બંધ થઈ રહ્યો હતો.
૧૮ કલાકે જેને તબીબો હેપેટિક ઇસ્શેમિયા કહે છે તે સ્થિતિ આવી ગઈ. તેમાં ઓક્સિજન વગર ટળવળતું લિવર અચાનક કામ કરતું બંધ થઈ જાય છે. લંડનની યુનિર્વિસટી કોલેજના બાયોકેમિસ્ટના જણાવ્યા અનુસાર ખૂબ કોકાકોલા પીવાથી તેના પાચન અવયવોમાં ગેસ ભરાવા લાગ્યો.
ગળપણના કારણે જે બેક્ટેરિયા વિકસ્યા તે પણ ભરપૂર ગેસ ઉત્પન્ન કરતા રહ્યા. ગેસથી હોજરી અને આંતરડા ફૂલીને આસપાસની લોહીની નળીઓને દબાવીને બંધ કરતા ગયા. લોહી ન મળવાથી અનેક અંગ બંધ પડી ગયા અને યુવાન મૃત્યુ પામ્યો.
યુવક 10 મિનિટમાં દોઢ લિટર કોલ્ડડ્રિન્ક ગટગટાવી ગયો, પછી 6 કલાકમાં મોત
Views 63