ધાનેરા-પોશીનામાં 2, ઇડરમાં દોઢ અને સતલાસણામાં એક ઇંચ સહિત 20 તાલુકામાં વરસાદ
ધાનેરા જૂના બસ સ્ટેન્ડ
ઉત્તર ગુજરાતમાં શનિવારે રાત્રે 6 થી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતીવાડામાં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ હતી. માત્ર 2 કલાકમાં 5.50 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ધાનેરામાં 2 ઇંચ, પોશીનામાં 1.75 ઇંચ, ઇડરમાં 1.50 ઇંચ, વડગામમાં 1.25 ઇંચ, હિંમતનગરમાં 1.25 ઇંચ અને સતલાસણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં સિઝનમાં સરેરાશ 28.96 ઇંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં 19.48 ઇંચ વરસ્યો છે. એટલે કે, હજુ સાડા 9 ઇંચ (32.72 ટકા)વરસાદની ઘટ છે.
દાંતીવાડા
ઉત્તર ગુજરાતમાં શનિવાર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધીના 10 કલાકમાં 20 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહી ધરાવતાં બનાસકાંઠાના દાંતીવાડામાં સાંજે 6 થી રાત્રે 8 સુધીમાં 5.50 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં સાૈથી વધુ વરસાદ નોંધાયો હતો. ધનસુરામાં અડધો ઇંચ, પાલનપુરમાં 9 મીમી, મોડાસામાં 8, ડીસામાં 7, વિજયનગરમાં 6 મીમી, ઊંઝામાં 5 મીમી, ભિલોડા, પ્રાંતિજ, વડાલી અને લાખણીમાં 3-3 મીમી, ખેરાલુમાં 2 મીમી તેમજ અમીરગઢ અને કાંકરેજમાં 1-1 મીમી વરસાદ નોંધાયો હતો.
આગાહી : આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવાર સવારે 8.30 થી સોમવાર સવારે 8 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. જોકે, આ વરસાદ ઉત્તર ગુજરાતના 51 થી 75 ટકા વિસ્તારમાં રહેશે. વરસાદ નબળો પડતાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.
| તર ગુજરાતમાં ચોમાસુ સિઝનમાં વરસાદની સ્થિતિ | |||
| જિલ્લો | જરૂરિયાત | વરસ્યો | ટકાવારી |
| મહેસાણા | 28.96 | 19.48 | 67.28% |
| પાટણ | 23.72 | 16.92 | 71.27% |
| બનાસકાંઠા | 25.04 | 15.96 | 63.72% |
| સાબરકાંઠા | 34.08 | 22.52 | 66.09% |
| અરવલ્લી | 35 | 20.32 | 58.10% |
| સરેરાશ | 29.36 | 19.04 | 64.85% |
| (નોંધ : વરસાદ ઇંચમાં દર્શાવ્યો છે) ધાનેરા સિવિલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ ગઇ દાંતીવાડા ડેમની સપાટી 558.15 ફૂટ પર પહોંચી બપોરે 4 થી 6 માં કેટલો વરસાદ સાંજે 7 થી 8 HBN TV NEWS | |||