જો
સાંતેજ પોલીસની ટીમે દેશી દારૂની 3 ભઠ્ઠી પર દરોડો પાડતા આરોપીઓ ભાગી ગયા હતા સાંતેજ પોલીસની ટીમે શેરીસાની સીમમાં દેશી દારૂની 3 ભઠ્ઠી પર દરોડો પાડતા 1400 લીટર વોશ તથા દેશી દારૂ પકડાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે . આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુસાર સાંતેજ પોલીસની ટીમ શેરીસા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી . ત્યારે ગામની સીમમાં કેનાલ પાસેની ઝાડીઓમાં ગામનાં ઈસમો ભરતજી વજાજી ઠાકોર તથા કિશનજી જયંતીજી ઠાકોર દેશી દારૂ ગાળવાની કામગીરી કરતા હોવાની બાતમી મળી હતી . જેના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રેડ પાડતા આરોપીઓ ભાગી ગયા હતા . પોલીસે સ્થળ પર તપાસ કરતા 3 ભઠ્ઠી પરથી 3 પીપમાંથી આશરે 300 લીટર દારૂ બનાવવાનો ગરમ વોશ , 30 લીટર તૈયાર દેશી દારૂ તથા 800 લીટર જેટલો ઠંડો વોશ મળી આવ્યો હતો . પોલીસે બંને શખ્સો સામે ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની તેમજ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદો નોંધાઇ હતી
જોકે પોલીસની આખ લાલ ત્યારે થોડો સમય આવી પ્રવૃત્તિ બંધ થઈ જાય છે પણ ફરી દારૂ ની મોટી ભત્થી ઓ ચાલુ થઈજાય છે ત્યારે જિલ્લા પોલીસ તંત્ર તરફથી આ વિસ્તારમાં ખાસ કરીને ગામડાઓમાં જે રીતે દેશી તેમજ વિદેશી દારૂના વેચાણ અને ખરીદીની પ્રવૃત્તીઓમાં વધારો થઈ રહ્યો છે તેના પર અંકુશ આવે તેવી કડક કાયર્વાહી હાથ ધરવામાં આવે તેવી આ વિસ્તારની લોકો માગણી છે .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી