એક ચાઇનીઝ વ્હીસલબ્લોઅરે ચોંકાવનારો ધડાકો કર્યો છે કે ચીને ઓક્ટોબર ૨૦૧૦માં વુહાનમાં યોજાયેલી મિલિટરી વર્લ્ડ ગેમ્સમાં જાણીજોઇને કોરોના વાઇરસને ફેલાવ્યો હતો અને ત્યાં ભાગ લેવા આવેલા આશરે વિશ્વભરના ૯૦૦૦ મિલિટરી એથ્લેટ્સને કોરોનાના વાહક બનાવ્યા હતાં.
એક ચાઇનીઝ વ્હીસલબ્લોઅરે ચોંકાવનારો ધડાકો કર્યો છે કે ચીને ઓક્ટોબર ૨૦૧૦માં વુહાનમાં યોજાયેલી મિલિટરી વર્લ્ડ ગેમ્સમાં જાણીજોઇને કોરોના વાઇરસને ફેલાવ્યો હતો અને ત્યાં ભાગ લેવા આવેલા આશરે વિશ્વભરના ૯૦૦૦ મિલિટરી એથ્લેટ્સને કોરોનાના વાહક બનાવ્યા હતાં. ચીને વિશ્વને ડિસેમ્બર ૨૦૧૯માં સત્તાવાર કોરોનાથી માહિતગાર કર્યું તેના બે મહિના અગાઉ જ તેણે કોરોના વાઇરસને ફેલાવ્યો હતો. ભૂતપૂર્વ ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ઇનસાઇડર વેઇ જિંગશેંગે જણાવ્યું હતું કે વુહાનમાં ઓક્ટોબર ૨૦૧૯માં વર્લ્ડ મિલિટરી ગેમ્સનું આયોજન થયું હતું અને આ ઇવેન્ટને કોરોના માટેની પ્રથમ સુપર સ્પ્રેડર બનાવાઇ હતી. આ ગેમ્સ માટે વુહાન આવેલા ઇન્ટરનેશનલ એથ્લેટ્સ રહસ્યમય માંદગીનો ભોગ બનવા લાગ્યા હતાં તે કોઇ સંયોગની બાબત ન હતી. મને લાગ્યું હતું કે ઘણા વિદેશીઓ ત્યાં એકત્ર થયા હોવાના કારણે વાઇરસનો પ્રસાર કરવાની ચાઇનીઝ સરકારે તક ઝડપી લીધી હશે.
ચાઇનીઝ વ્હીસલબ્લોઅરના આ દાવાને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ચીનની બાબતોના ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર માઇલ્સ યુ ટેકો આપે છે. તેણે જણાવ્યું હતું કે ફ્રેન્ચ, જર્મન અને અમેરિકન એથ્લેટ્સનો એવા લોકોમાં સમાવેશ થયો હતો જેઓ વુહાનમાં યોજાયેલી ગેમ્સ દરમિયાન કોવિડ જેવા ચિન્હો સાથે માંદા પડી ગયા હતાં, જો કે તેમનો ક્યારેય વાઇરસ માટે ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી.