મેઘમહેર:રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટનું સિગ્નલ, આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

Views 132

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 115 તાલુકાઓમાં વરસાદ થયો

રાજ્યમાં સિઝનનો 75 ટકા વરસાદ, હજી 20 ટકાની ઘટ

ભાદર ડેમ છલકાયો - Divya Bhaskar
                                                                               ભાદર ડેમ છલકાયો

                   ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.એક સમયે રાજ્યમાં વરસાદ અટકી પડતાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબજ ઓછો હતો. હવે વરસાદ સારા પ્રમાણમાં થતાં રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી 206 ડેમો પૈકી 71 ડેમોમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં આવા 71 ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે 20 ડેમોમાં 90 ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 8 ડેમો એવા છે જ્યાં 80 ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 115 તાલુકાઓમાં વરસાદ થયો
                                        છેલ્લા 24 કલાકમાં 115 તાલુકાઓમાં વરસાદ થયો

ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી
ગુજરાતમાં 19મી સપ્ટેમ્બરની સ્થિતિએ 51 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમોમાં 66.43 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં અત્યારે 77.04 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29.20 ટકા અને કચ્છના 20 ડેમમાં 26.46 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 56.93 ટકા તદુપરાંત સરદાર સરોવર ડેમમાં 54.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ઝોનટકાઈંચ
કચ્છ76.6713.34
સૌરાષ્ટ્ર88.224.33
ઉ.ગુજરાત60.1816.96
દ.ગુજરાત74.2242.71
મ.ગુજરાત65.1320.66
ગુજરાત75.124.83
રાજુલામાં અડધા કલાકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
                                     રાજુલામાં અડધા કલાકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

રાજ્યના આ વિસ્તારોમાં હજી વરસાદની ઘટ
આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે, આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ઘટ ઓછી થવાની શક્યતા છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 43 ટકા ઓછો વરસાદ પડ્યો છે.રાજ્યમાં અત્યારસુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.

આ આઠ વિસ્તારોમાં હજી વરસાદની ઘટ

વરસાદસામાન્યઆ વર્ષેઘટ
ગુજરાત658.1534.619 ટકા
દાહોદ770.8410.847 ટકા
ગાંધીનગર686.8370.446 ટકા
અમદાવાદ655.7375.443 ટકા
તાપી1341.278142 ટકા
વડોદરા855.5499.242 ટકા
મહેસાણા661.5391.741 ટકા
અરવલ્લી784.7467.740 ટકા
ખેડા798.3475.240 ટકા
ધનસુરામાં વરસાદ તૂટી પડતાં રસ્તા પર પાણી ભરાયા હતા.
    

છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ

તાલુકોવરસાદ (મિમી)
વડોદરા46
હાલોલ46
વિજયનગર43
ઠાસરા43
ગલતેશ્વર39
ઘોઘંબા37
થરાદ32
ડભોઈ30
આંકલાવ28
ગોધરા28
લિમડી26
લિમખેડા24
વલસાડ24
બોડેલી23
સરસ્વતિ22
                            ધનસુરામાં વરસાદ તૂટી પડતાં રસ્તા પર પાણી ભરાયા હતા.

​​​​​સપ્ટેમ્બરની શરૂઆતમાં 50 ટકા વરસાદની ઘટ હતી
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 75 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે તેમજ હાલમાં પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લૉ-પ્રેશર સક્રિય થવાની સાથે મોન્સૂન ટ્રફની અસરોથી આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી હ‌ળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *