29 લાખનો દારૂ ઝડપાયો:બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર ગુજરાત-રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી, એક ઝડપાયો,2ની શોધખોળ

Views 48

રાજસ્થાન-ગુજરાત બોર્ડરની અમીરગઢ ચેકપોસ્ટ પર બંને રાજ્યોની પોલીસને દારૂ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. રાજસ્થાન એટીએસ અને અમીરગઢ પોલીસે આઇસર ટ્રકમાંથી ભારતીય બનાવટનો 28 લાખ 97 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. સાથે જ એક ઇસમને પકડી પાડી બે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન રાજસ્થાન તરફથી એક આઈસર ગાડી પૂરઝડપે આવતી હતી. જેને બેરીકેટીંગ કરી ઉભી રખાવી ચેક કરતાં હતાં રાજસ્થાન ATSના પોલીસ સ્ટાફના માણસો ત્યાં આવ્યા હતા અને તેઓ આ ગાડીનો પીછો કરતાં હોવાનું જણાવ્યું હતું. જેથી રાજસ્થાન ATS તથા અમીરગઢ પોલીસના માણસોએ સંયુક્ત કામગીરી કરી આ આઈસર ટ્રકનું શંકાસ્પદ જણાતા ચાલકને સાથે રાખી ટ્રક પરની તાડપત્રી હટાવી બોક્ષમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન કુલ 695 પેટીમાંથી 18312 બોટલ મળી આવી હતી. જેની અંદાજે કિંમત 28 લાખ 79 હાજર 940 હતી.

કુલ મુદ્દામાલ સહિત રાજસ્થાનના રહેવાસી ગૌતમની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *