15 વર્ષીય કિશોર ઘરે આવી ગામના તળાવે રમવા ગયો ને લાશ મળી; પોતાના દીકરાને લોહીથી લથપથ જોઈ માનું કાળજું ચિરાઈ ગયું

Views 133

નાનાં બાળકોને અવનવી રમતો રમવું સૌથી વહાલું હોય છે. જ્યાં બાળકો શેરીઓમાં પોતાના મિત્રોને એકઠાં કરીને વિવિધ પ્રકારની રમતો રમતાં હોય છે. જેમાં ઘણીવાર બાળકો વચ્ચે નાની-મોટી બોલાચાલી પણ થતી હોય છે. જેનું તાત્કાલિક નિરાકરણ પણ આવી જતાં બાળકો ફરી એકસાથે રમતો રમતાં હોય છે. ત્યારે બાળકોની રમતે કોઈની જાન લીધી હોય તેવી ઘટના ક્યારેય નહીં સાંભળી હોય. ત્યારે કલોલના એક ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમને અંદરથી હચમચાવી દેશે. જ્યાં તળાવના કિનારે રમી રહેલા છોકરાઓમાં બે દિવસ અગાઉ ગેમ રમવાની બાબતમાં બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીની અદાવત રાખી એક કિશોરે અન્ય કિશોરને છરી વડે રહેંસી નાખ્યો….

તળાવના કિનારે કિશોર રમવા ગયો ને….
યુપીનો એક પરિવાર છેલ્લાં 25 વર્ષથી કલોલના એક ગામે રહે છે અને ગામમાં જ પાણીપૂરીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ પરિવારનો 15 વર્ષનો દીકરો ધોરણ 9મા અભ્યાસ કરતો હતો. જે બાળક રોજ સ્કૂલેથી ઘરે આવીને અન્ય બાળકો સાથે ગામના તળાવ પાસે રમવા જતો હતો. જ્યાં બાળકની અન્ય કોઈ કિશોર સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. જ્યાં બાળકને ગામમાં જ રહેતા અન્ય બાળક સાથે બે દિવસ પહેલાં ગેમ રમવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીની અદાવત રાખીને અન્ય યુવકે તેને ગઈકાલે તળાવના કિનારે છરી વડે રહેંસી નાખ્યો હતો.

15 વર્ષીય કિશોર ખૂનમાં લથપથ મળ્યો
બે દિવસ પહેલાં તળાવના કિનારે છોકરાઓ રમી રહ્યા હતા. તે દરમિયાન કોઈ બાબત પર કિશોરની અન્ય કોઈ કિશોર સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કિશોર ઘરે પરત આવી ગયો હતો. ત્યારની બોલાચાલીની અદાવત રાખીને ગઈકાલે જ્યારે કિશોર સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ગામના તળાવ પાસે રમવા ગયો હતો. તે સમય દરમિયાન બાળકો વચ્ચે ફરીથી બોલાચાલી થઈ હતી. તે વખતે 15 વર્ષીય કિશોરના ડાભા ખભા ઉપર ગંભીર રીતે છરીના ઘા મારવામાં આવ્યા હતા. જ્યાં કિશોરનું કમકમાટીભર્યું સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની જાણ યુવકની માતાને થતાં માતા પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોતાના બાળકને લોહીની ચાદરમાં લપેટાયેલો જોઈ માતાએ પણ હૈયાફાટ રુદન ચાલુ કરી દીધું હતું. જે જોઈ સમગ્ર વિસ્તારમાં ગમગીન માહોલ છવાઈ ગયો હતો.

સગીર પોતાના મિત્રના ખોળામાં સૂતેલો જોવા મળ્યો
આ ઘટના બાદ ગામના કોઈ રહીશ દ્વારા ઘટનાનો વીડિયો બનાવામાં આવ્યો હતો. જ્યાં સગીર લોહીલુહાણ હાલતમાં પોતાના અન્ય મિત્રના ખોળામાં સૂતેલો જોવા મળ્યો. જ્યાં ઘટનાની જાણ થતાં કિશોરની માતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોતાના દીકરાને લોહિયાળ હાલતમાં જોઈ માનું કાળજું ચિરાઈ ગયું હતું. ઘટનાને પગલે સમગ્ર ગામમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. આ બાબતની પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઈને કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છતાં હાલ પોલીસ ઘટના બાબતે કઈ પણ કહેવા તૈયાર નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *