સિધ્ધપુરના જુના પુલ નીચે ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી

Views 112

સિધ્ધપુર જુના પુલ નીચે શુક્રવારના રોજ કોઈ અજાણ્યા યુવાનની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને નીચે ઉતારી તેનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લાશની ઓળખ વિધિની તજવીજ હાથ ધરી છે. આ અંગે મળતી હકીકત મુજબ સિદ્ધપુરના જુના પુલ નીચે કોઈ અજાણ્યા ઇસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

આ બાબતની જાણ સિદ્ધપુર પોલીસને કરાતા તેઓએ ઘટના સ્થળે પહોંચી પુલ નીચે લટકતી લાશને ઉતારી તેનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. તેમજ અજાણ્યા યુવાનની હત્યા કરવામાં આવી છે કે તેને જાતે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે તે બાબતની તપાસ પોલીસે હાથ ધરી છે. પોલીસ તપાસ ચાલુ હોય મૃતક ની ઓળખ વિધિ હજુ સુધી થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરના જુના બ્રિજ નીચે યુવાનની લાશ હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *