સરહદી કોટેશ્વરના દરિયાઈ ક્રિક વિસ્તારમાં BSFના જવાનોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Views 115

દેશની આંતરરાષ્ટ્રીય પશ્ચિમ સરહદે આવેલા કચ્છ જિલ્લામાં દુર્ગમ સ્થળોએ ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાઓએ દેશદાઝ સાથે તિરંગાને સલામી આપી 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. વિષમ હવામાન, ભૌગોલિક વિકટ પરિસ્થિતિ, જીવ જંતુ અને પાડોશી દેશ પાકિસ્તાન સાથેની સરહદ પર પ્રતિદિન બાઝ નજર રાખી દુર્ગમ સ્થળોએ ફરજ નિભાવતા દેશના વીર જવાનોએ આજે ભારતની આન, બાન અને સાન એવા રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન દ્વારા રાષ્ટ્ર ભક્તિ દર્શાવી હતી. નારાયણ સરોવર પોલીસના જવાનો પણ આ અનોખી ઉજવણીમાં સામેલ થયા હતા.

ટાપુઓ પર પુરા માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજને ફરકાવાયો
લખપત તાલુકાના સરહદી કોટેશ્વર દરિયાઈ ક્રિક વિસ્તારમાં આવેલા ખાનારા બેટ, ગોપી બેટ,ભકલ બેટ, સથવારા બેટ, હાજી ઈબ્રાહિમ બેટ, સતોરી બેટ, સાવલાપીર બેટ, સુગર બેટ,પીર સનાઈ બેટ,બોયા બેટ ખાતે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે 108 બટાલિયન બીએસએફના જવાનો દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.દલદલી જમીન ધરાવતા ટાપુઓ પર પુરા માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજને ફરકાવી લોકોમાં રાષ્ટ્રભાવના જગાવતા દૃશ્યો છેવાડાના પ્રદેશમાં ઉજાગર થતા જોવા મળ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *