સરકારનું લક્ષ્ય:આગામી 23 સપ્ટેમ્બરથી રાજ્યના 6 લાખ સુધીની આવક ધરાવતા 80 લાખ કુટુંબોને માં અને મા વાત્સલ્ય કાર્ડની સુવિધા મળશે

Views 131

આરોગ્ય મંત્રીએ કહ્યું ત્રીજી લહેર માટે આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે

 
હોસ્પિટલના તંત્ર સાથે પણ ચર્ચાઓ કરી હતી - Divya Bhaskar
                                                           હોસ્પિટલના તંત્ર સાથે પણ ચર્ચાઓ કરી હતી

                 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક ભાઈ પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કૌશિક પટેલની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી.કૌશિક પટેલ ત્વરાએ સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી પ્રદીપસિંહ પરમાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

ત્રીજી લહેર માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યકાળ સુધી સિવિલ હોસ્પિટલે ખૂબ સારી સ્વાસ્થ્ય સેવાઓ આપી છે. હોસ્પિટલમાં સ્વાસ્થ્ય લક્ષી વિકાસ પણ થયો છે. દર્દીઓને અગવડતા ના પડે એ માટે સરકાર અને હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યાં છે. આ વખતે ત્રીજી લહેર ના આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બીજી લહેરમાં 14 હજાર કેસ આવતા હતાં હવે બમણાં કેસ આવે તો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત બોન્ડવાળા ડોક્ટરોને પણ નિમણૂંક આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
                          મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

હાલમાં સરકાર ટ્રેકિંગ અને ટ્રેસિંગની પ્રોસેસ કરી રહી છે
તેમણે ઉમેર્યું હતું કે, CHC અને PHC સુધી સુંદર કામ થાય એવા સરકારના પ્રયાસ રહેશે.1990થી સત્તામાં આવ્યા પછી 2001 બાદ તો દરેક ક્ષેત્રમાં સતત વિકાસ કરી રહ્યા છીએ.બહારથી આવતા મુસાફરો, પ્રવાસીઓ, શાળાઓ અને લોકો ભેગા થતા હોય એવા સ્થળે ટ્રેકિંગ અને ટ્રેસિંગ કરી રહ્યા છીએ. આખા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, કે જ્યાં રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રથી અનેક દર્દીઓ સારવાર માટે આવે છે.

CHC PHCમાં મેન પાવરની સમસ્યા દૂર થશે
તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આખા ગુજરાતમાં 6 હજાર જેટલી MBBSની સીટ અને પ્રોફેશનલ કોર્ષની 1600 બેઠકો છે.આવતા સમયમાં CHC PHCમાં મેન પાવરની સમસ્યા દૂર થશે. ડોકટરો પોતે સરકારી જોબ માટે અરજી કરશે એવો સમય આવશે.પીએમ મોદી તત્કાલીન સીએમ હતા ત્યારે પ્રત્યેક લોકોને સારવાર મળે એ માટે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ શરૂ કર્યું હતું. મા વાત્સલ્ય કાર્ડ અને મા કાર્ડમાં જે સુરક્ષા આપી હતી તે રીતે PMJAY કાર્ડમાં સુવિધા આવરી હતી. 23 તારીખથી અમે મેગા ડ્રાઇવ કરવા જઈ રહ્યા છીએ. 80 લાખ કુટુંબ સુધી આ કાર્ડની સુવિધા પહોંચાડીશું. જેમાં 4 લાખથી લઈને 6 લાખ સુધીની આવકમર્યાદા સુધી લાભ અપાશે.

પૂર્વ મહેસૂલમંત્રી કૌશિક પટેલના ખબર અંતર પૂછ્યા
                                                    પૂર્વ મહેસૂલમંત્રી કૌશિક પટેલના ખબર અંતર પૂછ્યા

621 જેટલી બિમારીને લગતી સમસ્યાઓને કાર્ડમાં આવરી લેવાઈ
સરકાર PMJAY કાર્ડ તમામ લાભાર્થીઓને મળી રહે એ પ્રકારે વ્યવસ્થા કરવા આગળ વધી રહી છે. 621 જેટલી બિમારીને લગતી સમસ્યાઓને કાર્ડમાં આવરી લેવાઈ છે. આજે એવરેજ 75 હજાર RTPCR ટેસ્ટ કરી રહ્યાં છીએ. સરકારી દવાઓની ખરીદી માટે આખી પ્રક્રિયા છે.કોરોનાકાળમાં કેટલીક દવાઓની જરૂર હતી, જેની જરૂરિયાત ના હોવાથી સ્ટોક માટે સમસ્યા હતી. પરંતુ હવે તમામ સમસ્યાઓ દુર કરવામાં આવી છે. હવે કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે તૈયાર છીએ.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *