વિવાદ:દહેજની ફરિયાદ કરનાર પત્નીને પતિની મહિલા મિત્રે માર માર્યો; જાહેરમાં મારામારી કરી સાળીનાં પણ કપડાં ફાડી નાખ્યાં

Views 136

વાડજની ઘટના, બંને બહેનો મંદિરે દર્શન કરવા ગઈ ત્યારે જ પતિની મિત્રે અન્ય મહિલા સાથે આવીને ઝઘડો કર્યો હતો, બંને પક્ષે ફરિયાદ
ફાઇલ તસવીર - Divya Bhaskar
                                                                             ફાઇલ તસવીર

                     એક મંદિરમાં મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી, જેમાં યુવકની મહિલા મિત્રે અન્ય મહિલા સાથે મળીને તેની પત્ની અને નાની બહેન સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી, જેમાં નાની બહેનનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. આ અંગે બંને મહિલાઓએ વાડજ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

                      વાડજમાં રહેતી મોનાનાં લગ્ન 2017માં નીરવ સાથે થયાં હતાં. સંતાનમાં તેમને એક દીકરી છે. જોકે દીકરીના જન્મ બાદ નીરવ, મોના કે દીકરીને જોવા મોનાના પિયર ગયો ન હતો. જ્યારે રસ્તામાં આવતા જતા નીરવ હેરાન પરેશાન કરીને મારઝૂડ કરતો હતો. જ્યારે સાસરીના સભ્યો પણ ત્રાસ આપતા હોવાથી મોનાએ પતિ અને સાસરિયાં સામે દહેજની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મોના તેની નાની બહેન સાથે મંદિરે દર્શન કરવા જતી હતી ત્યારે નીરવની મિત્ર સપનાએ અન્ય મહિલા સાથે ત્યાં આવી અને મોનાને કહ્યું કે, તે તારા પતિ વિરુદ્ધ કેમ અરજી કરી છે.

                       આટલું કહી ઝઘડો કરીને મોના અને તેની નાની બહેન સાથે મારામારી કરતાં મોનાની બહેનનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. આ ઘટનાને પગલે લોકો ભેગા થઈ જતાં તેમને છોડાવ્યાં હતાં. આ અંગે મોનાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સપના અને તેની સાથેની મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે સપનાએ પણ મોના અને તેની નાની બહેન વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને કેસમાં તપાસ હાથ ધરી છે.(તમામ પાત્રોનાં નામ બદલ્યાં છે)

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *